ઈન્ટરવલ

રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર

અમેરિકામાં ટ્રમ્પ આવ્યા. એમને સમર્થન આપવું કે વિરોધ કરવો? સમજાતું નથી.

  • સમજ ના પડે ત્યાં સુધી મૌન રહો…
    શિયાળામાં સ્કૂલનો સમય મોડો કરવો જોઈએ?
  • ચર્ચા ચાલુ રાખો. શિયાળો પૂરો થઈ જશે…
    હવે તો વર-વધૂ માટે પણ લગ્નના કપડાં ભાડે મળે છે.
  • રાહ જુઓ. ભવિષ્યમાં વેવાઈ-વેવાણ ને મહેમાનો પણ ભાડાથી મળશે….
    જાનૈયાઓની સાથે વરરાજા પણ જાહેરમાં કેમ ડાન્સ કરે છે?
  • જાહેરમાં નાચવાની આ છેલ્લી તક હોય છે….
    કંકોત્રીમાં ‘નો ગિફ્ટ’ લખ્યું હોય, પણ રોકડ ચાંલ્લો આપો તો લઈ લે. આવું કેમ?
  • એમાં રોકડ ચાંલ્લો લેવાની ના લખી નથી હોતી…
    પત્ની પિયર જવાનું કહેતી નથી. શું કરું?
  • તમે સાસરે જવાનું બોલવાનું શરૂ કરો….
    મારે ફિલ્મમાં કામ કરવું છે.
  • કરો. ફિલ્મ રિલીઝ થાય તો ટિકિટ મોકલજો…
    મને ટીવી ડિબેટમાં બોલાવે છે તો શું કરું ?
  • જાવ એ પહેલાં પત્ની સાથે દલીલ કરતાં શીખી લો….
    કાગડો દહીંથરું લઈ ગયો. હવે શું?
  • કાગડો પાછો આવે તો પૂછી લે જો….
    પંચતંત્રની વાતો આજે ચાલે ખરી?
  • જમાનો પ્રપંચ તંત્રનો છે…
    સ્વપ્નની દરેક વાત સાચી પડે તો ?
  • જાગ્યા પછી જાહેરમાં મારામારી થઈ જાય…
    ચલણી સિક્કાની બે બાજુ હોય તો ખોટા સિક્કાની?
  • ચારેબાજુ…
    બૅન્કનું ઉઠમણું થાય તો કોણ રડે?
  • જેનું એમાં ખાતું ન હોય એ જાહેરમાં વધુ રડે…
    શૅરબજાર નીચું જાય તો શું ઊંચું જાય?
  • શૅરહોલ્ડરનું બ્લડ પ્રેશર….
    ભ્રષ્ટાચારની કમાણીથી બનાવેલા ઘરની તકતી પર કટકી કૃપા કેમ લખાતું નથી?
  • યે અંદર કી બાત હૈ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button