Diamond Export: હીરાની નિકાસને પ્રોત્સાહન આપવા સરકારે શરૂ કરી યોજના, એપ્રિલથી લાગુ
નવી દિલ્હીઃ સરકારે તાજેતરમાં ડાયમંડ ઇમ્પ્રેસ્ટ ઓથરાઇઝેશન (Diamond Imprest Authorisation) યોજના રજૂ કરી છે, જે નિકાસને વેગ આપવા અને મૂલ્ય વધારવા માટે ચોક્કસ મર્યાદા સુધી કટ અને પોલિશ્ડ હીરાની ડ્યુટી-ફ્રી આયાત કરવાની મંજૂરી આપે છે.
વાણિજ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે હીરા ઉદ્યોગ નિકાસમાં ભારે ઘટાડો અને કામદારો નોકરી ગુમાવવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ યોજનાથી આ સમસ્યાનો સામનો કરવા અને ઉદ્યોગને પુનર્જીવિત કરવાની અપેક્ષા છે. તે 10 ટકાના મૂલ્યવર્ધન સાથે નિકાસની જવાબદારીને ફરજિયાત બનાવે છે.
આ પણ વાંચો: 1980-90ના દાયકાની આ મશહુર અભિનેત્રીના ઘરમાં થઇ ચોરી, હીરાનો હાર ગાયબ
એક નિવેદનમાં મંત્રાલયે કહ્યું હતું કે વાણિજ્ય વિભાગે 21 જાન્યુઆરીએ ડાયમંડ ઇમ્પ્રેસ્ટ ઓથોરાઇઝેશન યોજના રજૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય ભારતના હીરા ક્ષેત્રની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવાનો છે.
ટુ સ્ટાર એક્સ્પોર્ટ હાઉસ દરજ્જો રાખનારા અને પ્રતિ વર્ષ 15 મિલિયન અમેરિકન ડોલરનો નિકાસ કરનારા હીરાના નિકાસકારો આ યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર છે. આ યોજના 25 કેરેટ (25 સેન્ટ) કરતા ઓછા કુદરતી રીતે કટ કરેલા અને પોલિશ્ડ કરેલા હીરાની ડ્યુટી ફ્રી આયાતની મંજૂરી આપે છે. આ યોજનાનો અમલ 1 એપ્રિલથી થશે.
આ પણ વાંચો: Gujarat માં હીરા ઉદ્યોગમાં ફરી આવી શકે છે તેજી, જાણો વિગત
મંત્રાલયે ઉમેર્યું હતું કે આ યોજના ભારતીય હીરા નિકાસકારો ખાસ કરીને એમએસએમઇ (સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો) ક્ષેત્રના લોકો માટે સમાન તક પૂરી પાડવા માટે બનાવવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય ભારતીય હીરાના વેપારીઓ દ્વારા હીરા ખાણકામ સ્થળોએ સંભવિત રોકાણને રોકવાનો છે. વધુમાં આ યોજનાથી વધુ રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે.
ભારતીય નિકાસકારોને સુવિધા આપીને તે સ્થાનિક હીરા પ્રક્રિયા ઉદ્યોગનું રક્ષણ કરવા અને સંકળાયેલ રોજગાર ટકાવી રાખવાનો પ્રયાસ કરે છે. આ યોજનાથી હીરા ઉદ્યોગમાં કુશળ કારીગરો માટે રોજગારની તકો ઊભી થવાની પણ અપેક્ષા છે અને ભારતમાંથી કટ અને પોલિશ્ડ હીરાની નિકાસમાં પણ વધારો થવાની અપેક્ષા છે.