ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
દૈવી સ્વરૂપ અને આયુધની જોડી જમાવો
A B
સરસ્વતી મા મોર – કૂકડો
દુર્ગા માતા નંદી
બહુચરાજી માતા સિંહ
અંબા માતા હંસ
ઉમિયા માતા વાઘ
ઓળખાણ પડી?
માતાજીની ૫૧ શક્તિપીઠમાંથી ૪ શક્તિપીઠ ગુજરાતમાં છે. ૧૫મી સદીમાં મોહમ્મદ બેગડાએ હુમલો કરી આ મંદિરને ધ્વસ્ત કરી દીધું હતું. ઓળખાણ પડી?
અંબાજી શક્તિપીઠ બ) પાવાગઢ શક્તિપીઠ ક) ભરૂચની શક્તિપીઠ ડ) બહુચરાજી શક્તિપીઠ
ગુજરાત મોરી મોરી રે
જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે. આ ધાર્મિક સ્થળ ગુજરાતના કયા જાણીતા શહેરની નજીક આવેલું છે એ જણાવો.
અ) વડોદરા બ) જૂનાગઢ
ક) ભાવનગર ડ) રાજકોટ
માતૃભાષાની મહેક
દયારામની ગરબીઓ લોકપ્રિયતાની સાથે સાહિત્યિક પ્રતિષ્ઠા પણ પામી છે. ગરબીમાં કૃષ્ણ લીલા, રાધાકૃષ્ણ વગેરેનાં ભાવકથન હોય છે, જ્યારે ગરબામાં માતાજી, શક્તિની પ્રાર્થના, મહિમાગાન ઇત્યાદિ હોય છે. નરસિંહ, મીરાં, ભાલણ વગેરેનાં પદોનો વિષય ગરબીનો છે. રણછોડજી દિવાન અને વલ્લભના ગરબા શક્તિપૂજાના છે. આમ ગરબીનો સંબંધ વૈષ્ણવ પંથ સાથે અને ગરબાનો સંબંધ શક્તિપૂજા સાથે જોવા મળે છે.
ઈર્શાદ
જય અંબે ગૌરી, જય શ્યામા ગૌરી,
તુમકો નિશદિન ધ્યાવત, હરિ બ્રહ્મા શિવરી.
—- દુર્ગા આરતી
ચતુર આપો જવાબ
ખુટતો શબ્દ ઉમેરો
કુમકુમના પગલાં પડ્યાં, ————- હેત ઢળ્યાં,
જોવા લોક ટોળે વળ્યાં રે, માડી તારા આવવાના એંધાણા થયાં
અ) દેવીના બ) શક્તિના ક) માડીના ડ) ભાર્યાના
માઈન્ડ ગેમ
સ્ત્રીઓનું તાળીઓ વગાડતા વગાડતા અને ગાતા ગાતા કરવામાં આવતું એક પ્રકારનું સમૂહ નૃત્ય કયા નામે ઓળખાય છે એ કહી શકશો?
અ) હીંચ બ) ઘુમર
ક) હમચી ડ) સનેડો
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
અહલ્યા ગૌતમ પત્ની
દ્રૌપદી પાંડવોની પત્ની
સીતા શ્રીરામની પત્ની
તારામતી હરિશ્ર્ચંદ્રની પત્ની
મંદોદરી રાવણની પત્ની
ગુજરાત મોરી મોરી રે
ચાંપાનેર
ઓળખાણ પડી?
મધ્ય પ્રદેશ
માઈન્ડ ગેમ
ઉજજૈન
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
જીભ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
૧) કિશોરકુમાર જીવણદાસ વેદ ૨). સુભાષ મોમાયા ૩). મુલરાજ કપૂર ૪). નીતા દેસાઇ ૫). ભારતી બૂચ ૬). શ્રદ્ધા આસર ૭). ખૂશરૂ કાપડિયા ૮). ડૉ. પ્રકાશ કટકિયા ૯). ભારતી પ્રકાશ કટકિયા ૧૦). વીભા મહેશ્ર્વરી ૧૧). જ્યોતિ ખાંડવાલા ૧૨). પુષ્પા પટેલ ૧૩). મીનળ કોપડિયા ૧૪). હર્ષા મેહતા ૧૫). અમીષી બેન્ગાલી ૧૬). નીખીલ બેન્ગાલી ૧૭). તાહેર ઔરંગાબાદવાલા ૧૮). શીરીન ઔરંગાબાદવાલા ૧૯). અબદુલ્લા એફ. મુનીમ ૨૦). પ્રવીણ વોરા ૨૧). મહેન્દ્ર લોઢાવિયા ૨૨). મનીષા શેઠ ૨૩). ફાલ્ગુની શેઠ ૨૪). ભાવના કર્વે ૨૫). રજનિકાન્ત પટવા ૨૬). સુનિતા પટવા ૨૭). અરવિંદ કામદાર ૨૮). કલ્પના આશર ૨૯). જગદીશ ઠક્કર ૩૦). મહેશ દોશી ૩૧). સુરેખા દેસાઇ ૩૨). વીણા સંપટ ૩૩). દેવેન્દ્ર સંપટ ૩૪). જયવંત પદમશી ચિખલ ૩૫). શિલ્પા શ્રોફ ૩૬). દિલીપ પરીખ ૩૭). નીતીન જે. બજારિયા ૩૮). ગિરીશ બાબુભાઇ મિસ્ત્રી ૩૯). જ્યોત્ના ગાંધી ૪૦). રસિક જૂથાણી ( ટોરેન્ટો- કેનેડા), ૪૧). હીના દલાલ ૪૨). રમેશ દલાલ ૪૩). ઇનાક્ષી દલાલ ૪૪). હીરાબેન જશુભાઇ શેઠ ૪૫). મહેશ સંઘવી ૪૬). અંજુ ટોલિયા