ટ્રમ્પના ખાનગી પ્લેન ‘Trump Force One’ની તસવીરો વાઈરલ, જાણો વિશેષતા?
વોશિંગ્ટનઃ અમેરિકાને તેના નવા રાષ્ટ્રપતિ મળ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ૪૭માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે ત્યારે તેમની વ્યક્તિગત વાત અંગે દુનિયાનું ધ્યાન દોરાયું છે. દુનિયાની મહાસત્તાના પ્રમુખનું ખાનગી વિમાન પણ અત્યારે ચર્ચામાં છે.
આ પણ વાંચો: Stock market: સેન્સેકસમાં 900 પોઈન્ટનો કડાકો, જાણો ટ્રમ્પે એવું શું કર્યું?
ડોનાલ્ડ ટ્રમ્પના ખાનગી પ્લેનને ‘Trump Force One’ કહેવામાં આવે છે, જે વિશ્વના સૌથી લક્ઝરી ખાનગી વિમાનમાંથી એક છે, જેને સંપૂર્ણ રીતે કસ્ટમાઈઝ્ડ કરવામાં આવ્યું છે. ‘ટ્રમ્પફોર્સ વન’ને ડોનાલ્ડ ટ્રમ્પની વ્યક્તિગત સુવિધા અને પસંદગી અનુસાર ડિઝાઇન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : ટ્રમ્પ ભારતને નુકસાન ના કરે એવી આશા રાખીએ
એર ફોર્સ વન જેવી સિક્યોરિટી નથી
‘ટ્રમ્પ ફોર્સ વન’ની સજાવટ અને સુવિધાઓ ફાઇવ સ્ટાર હોટેલ જેવી છે, જ્યારે તેનું ઈન્ટિરિયર ખૂબ જ લક્ઝુરિયસ છે સાથે તેમાં કિચન અને લિવિંગ સ્પેસ પણ છે. એર ફોર્સ વન જેવી સિક્યોરિટી ટેક્નોલોજી નથી, પરંતુ લક્ઝરી અને આરામની બાબતમાં તે જરાય ઉણુ ઉતરે એમ નથી, તેમાં માસ્ટર બેડરૂમ, થિયેટર અને અત્યાધુનિક મનોરંજનની સુવિધાઓ છે.
990 કિલોમીટરની ધરાવે છે ઝડપ
‘ટ્રમ્પ ફોર્સ વન’ની ઝડપ કમર્શિયલ પ્લેન કરતા પણ વધુ છે, જે તેને ખાસ બનાવે છે. આ વિમાન લગભગ ૯૯૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કોઈ પણ પ્રકારના અવરોધ વિના લાંબા અંતર સુધી ઉડવાની ક્ષમતા ધરાવે છે.
સોશિયલ મીડિયામાં વિશેષ ચર્ચા
‘ટ્રમ્પ ફોર્સ વન’ને ડોનાલ્ડ ટ્રમ્પના વ્યક્તિત્વનું પ્રતીક પણ માનવામાં આવે છે. ટ્રમ્પ ફોર્સ વનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર તેમના સમર્થકોમાં ખૂબ ચર્ચામાં રહે છે.