બીડના માર્યા ગયેલા સરપંચના પરિવારને મળવાનો પ્રયાસ કર્યો, પરંતુ મળવાનો ઇનકાર કરવામાં આવ્યો: પંકજા મુંડે
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના પ્રધાન પંકજા મુંડેએ મંગળવારે કહ્યું હતું કે તેમણે હત્યા કરાયેલા સરપંચ સંતોષ દેશમુખના પરિવારને મળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બીડ જિલ્લામાં તેમના ગામની પરિસ્થિતિને કારણે તેમને મુલાકાત ન લેવાનું કહેવામાં આવ્યું હતું.
બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ દેશમુખનું 9 ડિસેમ્બરે અપહરણ અને હત્યા કરવામાં આવી હતી, કથિત રીતે પવનચક્કી પ્રોજેક્ટ સાથે જોડાયેલી ઊર્જા કંપની પાસેથી ખંડણી ઉઘરાવવાના પ્રયાસોને રોકવાના તેમના પ્રયાસોને કારણે આ હત્યા કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે.
મહારાષ્ટ્રના એનસીપીના પ્રધાન અને પંકજા મુંડેના પિતરાઈ ભાઈ ધનંજય મુંડેના સહયોગી વાલ્મિક કરાડની હત્યા સાથે સંબંધિત ખંડણીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
પંકજા મુંડેએ પત્રકારોને કહ્યું હતું કે, ‘મેં સંતોષ દેશમુખના પરિવારને મળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે તેમના ગામની પરિસ્થિતિને કારણે મળવાનો ઇનકાર કર્યો હતો. મસ્સાજોગની મારી મુલાકાત અને ઘટના પર મારી લાગણીઓ વ્યક્ત કરવી એ મારો વ્યક્તિગત મુદ્દો છે.’ એમ રાજ્યના પર્યાવરણ ખાતાના પ્રધાને જણાવ્યું હતું અને કહ્યું હતું કે માર્યા ગયેલા સરપંચના પરિવારે તેમને કહ્યું હતું કે ગામની સ્થિતિ તેમના હાથમાં નથી અને મુલાકાત ન લેવા વિનંતી કરી હતી.
આ પણ વાંચો : પાલક પ્રધાનપદ ન મળતા પંકજા મુંડે ફરી નારાજઃ બીડનો વિકાસ તો મેં કર્યો પણ…
‘હું તેમની યોગ્ય પરવાનગી લઈને મુલાકાત લઈશ. મારી મુલાકાત કરતાં પરિવારને ન્યાય આપવો વધુ મહત્વપૂર્ણ છે,’ એમ તેમણે જણાવ્યું હતું.
સરપંચનો પરિવાર અને વિપક્ષો ધનંજય મુંડેને તેમના સહાયક કરાડની સંબંધિત ખંડણી કેસમાં કથિત સંડોવણી બદલ રાજ્યના પ્રધાનમંડળમાંથી હાંકી કાઢવાની માગણી કરી રહ્યા છે.