Kheda અમદાવાદ હાઈવે પર ફિલ્મી ઢબે એક કરોડની લૂંટ, પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી
અમદાવાદ : ગુજરાતમાં ફિલ્મી ઢબે ખેડામાં(Kheda)એક મોટી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. જેમાં મળતી માહિતી મુજબ અનાજ વેપારી પાસેથી કારમાં આવેલા બે વ્યક્તિએ આ લૂંટ ચલાવી હતી. પ્રાથમિક માહિતી મુજબ અંદાજે 1 કરોડ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. આ લૂંટ ચલાવી બાદ આરોપીઓ ફરાર થઇ ગયા છે. આ વેપારી નડીયાદ બેંકમાંથી રૂપિયા ઉપાડીને રીક્ષામાં અમદાવાદ જઈ રહ્યા હતા. આ દરમિયાન લૂંટ ચલાવવામાં આવી હતી. કારમાં આવેલા વ્યક્તિઓએ લૂંટ ચલાવી હતી.
પોલીસ એક્શનમાં આવી
જોકે, ધોળા દિવસે આટલી મોટી રકમની લૂંટ બાદ પોલીસ એક્શનમાં આવી છે. તેમજ લૂંટ ચલાવનારા આરોપીઓને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે લૂંટના આરોપીઓને ઝડપવા માટે નાકાબંધી કરી છે. તેમજ આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી છે.
Also read: ખેડામાં લઠ્ઠાકાંડની આશંકા: પાંચનાં મોત
લૂંટ પાછળ કોઇ જાણભેદુનો હાથ હોવાની આશંકા
પોલીસે આ લૂંટને અંજામ આપનારા આરોપીની ધરપકડ માટે અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે. તેમજ જેની વેપારી પાસેથી લૂંટ ચલાવી છે તેની પણ પૂછતાછ શરૂ કરી છે. આ લૂંટ પાછળ કોઇ જાણભેદુનો હાથ હોવાની આશંકા છે.