મહાકુંભમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પહોંચ્યાઃ ત્રિવેણી સંગમ ખાતે કરી પૂજા અને…
પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે પવિત્ર મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા આસ્થાના આ મહાકુંભમાં ભાગ લેવા અને પવિત્ર સંગમમાં ડૂબકી લગાવવા દેશવિદેશના શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. અદાણી સમૂહના અધ્યક્ષ ગૌતમ અદાણી સંગમ નગરી પ્રયાગરાજ પહોંચ્યા છે. ગૌતમ અદાણીએ ઇસ્કોન પંડાલમાં પહોંચી ભંડારા ખાતે સેવા પણ આપી હતી.
મહાકુંભમાં પહોંચેલા ગૌતમ અદાણીએ ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું હતું કે હું મહાકુંભ માટે ઘણો ઉત્સાહી છું. તેમણે ઇસ્કોનના મંદિરમાં આરતી પણ કરી હતી. ત્યાર બાદ તેઓ પરિવાર સાથે ભંડારામાં ગયા હતા અને ત્યાં પ્રસાદ પણ તૈયાર કરાવ્યો હતો. ત્યાર બાદ તેમણે ભક્તોમાં પ્રસાદનું વિતરણ કર્યું હતું. નોંધનીય છે કે 9 જાન્યુઆરીના રોજ અદાણી સમુહ અને ઇસ્કોને મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓને મફત ભોજન આપવા માટે તેમની ભાગીદારીની જાહેરાત કરી હતી.
कुंभ सेवा की वो तपोभूमि है जहां हर हाथ स्वतः ही परमार्थ में जुट जाता है!
— Gautam Adani (@gautam_adani) January 9, 2025
यह मेरा सौभाग्य है कि महाकुम्भ में हम @IskconInc के साथ मिलकर श्रद्धालुओं के लिए ‘महाप्रसाद सेवा’ आरम्भ कर रहे हैं, जिसमें मां अन्नपूर्णा के आशीर्वाद से लाखों लोगों को निःशुल्क भोजन उपलब्ध कराया जाएगा।
इस… pic.twitter.com/0DMlzO56hY
મહાકુંભમાં પહોંચેલા ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે મહાકુંભ તેમના માટે અદભૂત અનુભવ છે, જે શબ્દમાં વર્ણવવો મુશ્કેલ છે. માતા ગંગાના આશિર્વાદ લેવા જેવું પુણ્ય બીજું કોઇ નથી. મહાકુંભના સુચારુ આયોજન માટે તેમણે પીએમ મોદી, સીએમ યોગી આદિત્યનાથ, પોલીસ, પ્રશાસન અને સફાઇ કર્મચારીઓ સહિત સહુનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે આ મહાકુંભ કોર્પોરેટ હાઉસો અને વ્યવસાયિક સંસ્થાનો માટે કેસ સ્ટડી છે. આટલા મોટા પાયે ધાર્મિક મેળાનું આયોજન વિશ્વ માટે પ્રેરણારૂપ છે.
બે અઠવાડિયા બાદ છે પુત્રના મેરેજ
મહાકુંભમાં આવેલા ગૌતમ અદાણીએ તેમના પુત્રના મેરેજની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, જીતના મેરેજ બે અઠવાડિયા પછી છે. અમે અત્યંત સાદાઇથી પરંપરાગત રીતે તેના મેરેજ કરવાના છીએ.
આ પણ વાંચો : અમેરિકન કોર્ટના આરોપો બાદ ગૌતમ અદાણીએ પહેલીવાર આપ્યો ખુલાસો – કહી દીધી આટલી મોટી વાત
ઉત્તર પ્રદેશમાં અપાર સંભાવનાઓ છે
ગૌતમ અદાણીએ એમ પણ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ રાજ્યમાં અપાર સંભાવનાઓ રહેલી છે. અહીંની વસતી 27 કરોડ જેટલી છે. ઉત્તર પ્રદેશના વિકાસ કાર્યોમાં અદાણી જૂથ સક્રિય ફાળો આપવાનું ચાલુ જ રાખશે. અમે ઉત્તર પ્રદેશમાં અમારું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલું જ રાખીશું.