નવરાત્રિ એટલે મા દુર્ગાને યાદ કરવાનો શુભ અવસર
આચમન -કબીર સી. લાલાણી
શક્તિ પૂજનનો મહાન અવસર એટલે નવરાત્રિનો તહેવાર. દિવ્યતાની ઓળખ આપતી નવરાત્રિ નામના એક શબ્દમાં બે શબ્દ સમાયેલ છે: નવ ડ્ઢ રાત્રિ નવના બે અર્થ થાય છે – નવ અર્થાત્ નવું-નવલ અને નવ અર્થાત્ નવ નંબર. રાત્રિ અર્થાત્ રાત… રાત જે શાંતિ આપે છે, રાત જે અરામ આપે છે, જે થાકેલ તન અને મનને ચૈતન્ય આપે છે.
શક્તિના સ્વરૂપ અનેક છે. નવરાત્રિના નવ દિવસોમાં ફક્ત શક્તિ જ નહીં, પરંતુ સંસારની સમગ્ર સૃષ્ટિની સ્ત્રીશક્તિનું પૂજન કરવામાં આવે છે. શાસ્ત્રો કહે છે કે શક્તિ એ આદ્યશક્તિનું જ પ્રતિબિંબ છે, જેણે પોતાના ભક્તોની વિવિધ મહેચ્છાઓને પૂર્ણ કરવા જુદા જુદા સ્વરૂપો ધારણ કર્યા છે. હિંદુ ધર્મના મુખ્ય વેદોમાં તો માતા દુર્ગાનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ વેદની કૌથુમી નામની શાખામાં અને વિવિધ પુરાણો અને ઉપનિષદોમાં આદ્યશક્તિ દુર્ગાના વિવિધ નામોનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે.
- બ્રહ્મવેવર્તક પુરાણમાં ભગવાન વિષ્ણુ નારદજીને માતા દુર્ગાનો ઉલ્લેખ કરતાં કહે છે, કે ડ્ઢ માતા દુર્ગાના અનેક નામ છે.
- આદ્યશક્તિ એ જ બ્રહ્મા * વિષ્ણુ અને * મહેશની માયા અને મહામાયા છે. * નારાયણી, * શિવાની અને * વૈષ્ણવી શક્તિ અને શાશ્ર્વતી શક્તિ છે, * એ સર્વ જીવોનું શુભ કરનારી સર્વાણી અને સર્વ મંગલ કરનારી કલ્યાણી છે. * જે જીવ, જે ભક્ત આદ્યશક્તિ નારાયણી અંબિકાનું પૂજન અને અર્ચન કરશે તે જીવ અથવા ભક્ત ઉત્તમોત્તમ લોકને અર્થે જશે.
- નવરાત્રિ એટલે બધી માતાને યાદ કરવાનો શુભ અવસર. * જોકે જે માતાએ જન્મ આપ્યો છે, તેમાં આ સર્વેનો વાસ છે. * જન્મદાત્રી માતા સુખી અને ચિંતારહિત હશે તો * યમુના મહારાણી, * દુર્ગા, અંબા કે કાલી રાજી જ છે, તેમાં શંકાને કોઈ સ્થાન જ નથી. * તે સનાતન સત્ય છે અને સદા રહેશે. બાકી * નવરાત્રિના નવ દિવસ આ બધી માતાને પ્રેમપૂર્વક, ભક્તિ ભાવથી નીતનવી સામગ્રી દ્વારા રિઝવવાનો ઠાલો પ્રયાસ કદાચ સગાસંબંધી – મિત્રોને તો રિઝવશે, માતાને નહીં!
વહાલા શ્રદ્ધાળુ વાચક મિત્રો! નવરાત્રિ દિવાળીના આગમનનું રણશિંગુ ફૂંકે છે. * મુખ્ય ત્રણ દેવીનું અધિષ્ઠાન થાય છે: * દુર્ગામાતા, * લક્ષ્મીજી અને * સરસ્વતી. – દુર્ગામાતા ભક્તોના જીવનમાંથી દુર્ગતિ દૂર કરે છે અને મનને પાવન કરે છે, * લક્ષ્મીજી ઐશ્ર્વર્ય પ્રદાન કરે છે, * સરસ્વતી વિદ્યાની દેનાર છે. * વિદ્યા એટલે માત્ર કમાવા કાજે વિદ્યાપીઠનું જ્ઞાન નહીં, પોતાના અંતરાત્માને ઓળખી તેને સતનો માર્ગ ચિંધનાર.
બોધ: આપણા ભારત દેશના દરેક તહેવારો પાછળ રહેલા ગુઢાર્થ સમજી તેનું આચરણ કરવાથી સમગ્ર તન-બદન, દિલો-દિમાગમાં એક અનોખી લહેરખી ફરી વળે છે.