અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે.આજે સાંજે 4.30 કલાકે ચૂંટણી પંચ ચૂંટણીની તારીખ જાહેર કરશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની લોકો અને રાજકીય પક્ષોના નેતાઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ વખતે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ૨૭ ટકા ઓબીસી અનામતની જોગવાઇ લાગુ કરવાની હોવાથી અગાઉ ચૂંટણીઓ લંબાઇ હતી.
તે પછી નવેસરથી સીમાંકન અને રોસ્ટર અમલી કરવાનું હોવાથી મુદત વીત્યા બાદ પણ અઢી વર્ષથી આ ચૂંટણીઓ ટળતા પાલિકાઓમાં વહીવટદાર શાસન બે લદાયું હતું.જોકે, હવે ખેડા અને બનાસકાંઠા એમ બે જિલ્લા પંચાયત, ૧૭ તાલુકા પંચાયત, ૭૮ નગરપાલિકા બેઠક અને જૂનાગઢ મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીઓ ઉપરાંત કેટલીક પાલિકા અને પંચાયતોની પેટા ચૂંટણીઓ યોજાશે.
આ પણ વાંચો…Breaking News: અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં થઈ મોટી ચૂક, જાણો વિગત