નેશનલ

હરિયાણા પોલીસે રૂ. 60 લાખના સાયબર ફ્રોડમાં બે સુરતીની ધરપકડ કરી

સુરતઃ હરિયાણાની વલ્લભગઢ સાયબર પોલીસ ટીમે એક વ્યક્તિ સાથે રૂ. 60 લાખના સાયબર ફ્રોડ માટે સુરતના બે યુવકની ધરપકડ કરી હતી. બંનેની ઓળખ કાર્તિક અને જયદીપ શિરોયા તરીકે થઈ હતી. ભોગ બનનારે જણાવ્યું કે, આરોપીએ તેમને ટ્રાઈના અધિકારી તરીકે ઓળખ આપી હતી અને મની લોન્ડરિંગ કેસ હેઠળ કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. જેના કારણે તેમણે પૈસા ચૂકવી દીધા હતા. તેમને પોતાની સાથે સાયબર છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

થોડા દિવસ પહેલા મની લોન્ડરિંગના કેસમાં ડિજિટલ એરેસ્ટના નામે મલાડના ગુજરાતી સિનિયર સિટિઝન પાસેથી લાખો રૂપિયા પડાવવાના કેસમાં પોલીસે સુરતથી ચાર જણની ધરપકડ કરી હતી. આ ટોળકીએ સાયબર ફ્રોડ થકી અનેક લોકોને છેતરીને નાણાં પડાવ્યાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. મલાડ પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ જય અસોડિયા, સંદીપ કેવડિયા, ધરમ ગોહિલ અને જય મોરડિયા તરીકે થઈ હતી. ચારેયને સુરતના કામરેજ વિસ્તારમાંથી તાબામાં લેવાયા હતા. જય અસોડિયા આ ટોળકીનો સૂત્રધાર હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું.

Also read:

પોલીસના જણાવ્યા મુજબ ઈમિટેશન જ્વેલરીના કામમાંથી નિવૃત્તિ લેનારા બિપિન શાહ (68)ને 21 ડિસેમ્બરની સવારે ગોયલ નામના શખસે વ્હૉટ્સઍપથી વીડિયો કૉલ કર્યો હતો. શાહને તેમના બૅન્ક ખાતાનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે થયો હોવાનું શખસે કહ્યું હતું. ફરિયાદીને ડિજિટલ એરેસ્ટની ધાક બતાવી રૂપિયા ટ્રાન્સફર કરવાની ફરજ પડાઈ હતી. ફરિયાદ અનુસાર શાહે 8.60 લાખ રૂપિયા આરોપીએ જણાવેલા બૅન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. પોલીસે સંબંધિત બૅન્ક ખાતાની તપાસ કરતાં ખાનગી બૅન્કની સુરત શાખામાં નાણાં ટ્રાન્સફર કરાયાં હોવાનું જણાયું હતું. સુરત પહોંચેલી પોલીસની ટીમે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે આરોપીઓને ઓળખી કાઢ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button