ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતાની સાથે જ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના રાજદ્વારીઓએ રાજીનામાં આપ્યા
વોશિગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પે ગઈ કાલે યુનાઈટેડ સ્ટેટ્સના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ (Donald Trump US Preseden) લીધા, ત્યાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રસાશને ઘણા મહત્વના નિર્ણયો લીધા, જેની અમેરિકાના રાજકરણમાં ઊંડી અસર થશે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં ટોચના હોદ્દા પર રહેલા વરિષ્ઠ રાજદ્વારીઓએ તેમના પદ પરથી રાજીનામાં આપી દીધા છે, ટ્રમ્પ વહીવટીતંત્રે તેમને પદ છોડવા કહ્યું હતું. હવે ટ્રમ્પ વહીવટીતંત્ર આ ખાલી પદો પર પોતાના લોકોને નિયુક્ત કરશે.
નવા અધિકારીઓ સ્થાન લેશે:
જો કે અમેરિકામાં નવા રાષ્ટ્રપતિન આગમન સાથે આવા ફેરફાર થવા સામાન્ય છે. નવું વહીવટીતંત્ર કાર્યભાર સંભાળે પહેલા રાજદ્વારીઓએ રાજીનામું આપવું જરૂરી હોય છે. ઘણી વખત આવા રાજીનામા સ્વીકારવામાં આવતા નથી અને અધિકારીઓ અસ્થાયી રૂપે તેમના પદ પર રહે છે. નવા રાષ્ટ્રપતિ તેમની ટીમની પસંદગી લે ત્યાં સુધી અગાઉના અધિકારીઓ પદ પર રહે છે.
આ પણ વાંચો…Donald Trump એ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા
સોમવારે ટ્રમ્પના શપથ ગ્રહણ બાદ જે અધિકારીઓ પદ છોડશે તેમાં એજન્સીના નંબર 3ના અધિકારી જોન બાસનો સમાવેશ થાય છે, તેઓ એશિયાથી યુરોપ અને મધ્ય પૂર્વ સુધીની નીતિઓનું નિરીક્ષણ કરતા રાજકીય બાબતોના કાર્યકારી અંડરસેક્રેટરી છે.
ટ્રમ્પની ચેતવણી:
ટ્રમ્પે “ક્લીન આઉટ ડીપ સ્ટેટ”નું વચન આપ્યું છે. ફેડરલ સરકાર પર વધુ નિયંત્રણ મેળવવા માટે સ્ટાફમાં ફેરફાર કરવામાં અવી રહ્યા છે. સોમવારે ટ્રમ્પના શપથગ્રહણ પછી તરત જ વ્હાઇટ હાઉસે એક નિવેદન બહાર પાડ્યું જેમાં નવા રાષ્ટ્રપતિની પ્રાથમિકતાઓની યાદી આપવામાં આવી, જેમાં સરકારી અમલદારો માટે જવાબદારીમાં સુધારો કરવાનો સમાવેશ થાય છે.