દુબઈના જાણીતા ડેવલપર ડેન્યૂબ પ્રોપર્ટીઝે અભિનેતા કાર્તિક આર્યનને બનાવ્યો બ્રાન્ડ એમ્બેસેડર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વિદેશમાં ભારતીયોએ નામ સાથે દામ પણ કમાવ્યા છે ત્યારે દુબઈના જાણીતા પ્રોપર્ટી ડેવલપર ડેન્યૂબ પ્રોપર્ટીઝે બોલીવુડના જાણીતા અભિનેતા કાર્તિક આર્યનને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેરાત કરી હતી. બોલીવુડના યુવા સુપરસ્ટાર કાર્તિક આર્યનને આગામી બે વર્ષ માટે પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ કાર્તિક આર્યને કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યાં હતા.
અહીંના કાર્યક્રમને સંબોધતા ડેન્યૂબ ગ્રૂપના સંસ્થાપક અને અધ્યક્ષ રિઝવાન સાજને ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે કાર્તિક આર્યન દૃઢ સંકલ્પનું પ્રતીક છે. આ જ ગુણને લઈને તેઓ ડેન્યૂબ પ્રોપર્ટીઝ સાથે જોડાયા છે. તેની સફળતા અમારી બ્રાન્ડ માટે એક આદર્શ બ્રાન્ડ એમ્બેસેડર બનશે. કાર્તિક સાથે મળીને અમારા લક્ષ્ય, વિશ્વાસ અને મૂલ્યના વારસાના જતન સાથે ઘરના માલિકોને પણ પ્રેરિત કરશે.
દરમિયાન ડેન્યૂબ પ્રોપર્ટીઝ સાથે જોડતા અભિનેતા કાર્તિક આર્યને વર્લ્ડ ક્લાસ કંપનીની વિશ્વસનીયતા અને ઉત્કૃષ્ટતા મારા વિશ્વાસને અનુરુપ છે, જ્યારે આ ડેવલપર સાથે જોડાવવાનો આનંદ છે, એમ કાર્તિક આર્યને જણાવ્યું હતું.
અહીંના કાર્યક્રમનું સંચાલન મુંબઈ મનીષ પૌલ દ્વારા કરવામાં આવ્યું હતું. ડેન્યૂબ પ્રોપર્ટીઝે પોતાની નવી ટેગલાઈન ‘ડેન્યૂબ હૈ ના’ લોન્ચ કરી હતી, જે નવા ઘરવાંચ્છુઓ માટે બ્રાન્ડની મજબૂત વિશ્વસનીયતાનું પ્રતીક છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 30 વર્ષના વારસા સાથે ડેન્યૂબ પ્રોપર્ટીઝે દુબઈના રિયલ એસ્ટટ માર્કેટમાં એક અગ્રણી લીડર તરીકે ઊભરી આવી છે. ડેન્યૂબ પ્રોપર્ટીઝે માર્કેટમાં લકઝરી એપાર્ટમેન્ટ અને 40થી વધુ વર્લ્ડક્લાસ સુવિધાવાળા પ્રોજેક્ટના ઘરો પણ લોકોની પહેલી પસંદ બન્યા છે.