નેશનલ

Donald Trump માટે પીએમ મોદીએ મોકલ્યો વિશેષ પત્ર, શપથ બાદ એસ. જયશંકર સોંપશે

નવી દિલ્હી : અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો(Donald Trump)શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઇ રહ્યો છે. જેમાં ભારતના પ્રતિનિધિ તરીકે વિદેશ મંત્રી એસ.જયશંકર ઉપસ્થિત રહેવાના છે. જેમાં સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ એસ. જયશંકર પોતાની સાથે પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને લખેલો એક વિશેષ પત્ર પણ લઈ ગયા છે. જેને વિદેશ મંત્રી શપથ ગ્રહણ બાદ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સોંપશે.

અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે

સોમવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં એસ. જયશંકર પીએમ મોદીનું પ્રતિનિધિત્વ તેમના ખાસ દૂત તરીકે કરી રહ્યા છે. ટ્રમ્પ થોડા સમય બાદ વોશિંગ્ટન ડીસીના કેપિટોલ રોટુન્ડા ખાતે અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.

શપથ ગ્રહણ સમારોહની ઔપચારિકતાના ફોટા શેર કર્યા

જોકે, ભારતના વિદેશ મંત્રીએ ઇન્સ્ટાગ્રામ પર ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહની ઔપચારિકતાના ફોટા શેર કર્યા છે. આ તસવીરો શેર કરતા તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, આજે મને વોશિંગ્ટનમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં વિદેશ મંત્રી અને પ્રધાન મંત્રી મોદીના ખાસ દૂત તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સન્માન મળ્યું.

વિદેશ મંત્રીની હાજરી ભારતની સામાન્ય પ્રથા

ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ સમારોહમાં વિદેશ મંત્રીની હાજરી ભારતની સામાન્ય પ્રથા અનુસાર છે જે મુજબ રાજ્ય અને સરકારના વડાઓના શપથ ગ્રહણ સમારોહમાં ખાસ દૂતો મોકલવામાં આવે છે.

ટ્ર્મ્પ શપથ ગ્રહણમાં પણ રેકોર્ડ બનાવશે

ટ્ર્મ્પનો શપથ ગ્રહણસમારોહ ખુલ્લા આકાશ નીચે નહીં થાય પણ વોશિંગ્ટનના કેપિટોલ હિલ ખાતે ઇનડોર યોજાશે. અત્યાર સુધી આ સમારોહ આઉટડોર યોજાતા હતા. જોકે, કોઇ દુશ્મની કે હુમલાના ડરથી આ સમારોહ ઇનડોર નથી યોજાઇ રહ્યો, પણ હાલમાં અહીં સખત ઠંડી અને હિમવર્ષા થઇ રહી છે. તેથી આ સમારોહ અમેરિકન સંસદની અંદર રોટુન્ડા હોલમાં યોજાઇ રહ્યો છે. અમેરિકાના ઇતિહાસમાં 40 વર્ષ બાદ પ્રથમ વાર રાષ્ટ્રપતિ સંસદની અંદર શપથ ગ્રહણ કરશે. ભારતીય સમય અનુસાર રાત્રે સાડા દસ વાગે આ સમારોહ યોજાશે. અમેરિકાના ચીફ જસ્ટિસ જૉન રોબર્ટ્સ ટ્રમ્પને શપથ ગ્રહણ કરાવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button