અમદાવાદ

ગુજરાતમાં HMPV વાયરસનો વધુ એક કેસ, 69 વર્ષીય મહિલા પોઝિટિવ

અમદાવાદ: ગુજરાતમાં એચએમપીવી(HMPV)વાયરસનો વધુ એક નોંધાયો છે. જેમાં 69 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેની સાથે રાજ્યના એચએમપીવી વાયરસના કુલ સાત કેસ નોંધાયા છે. જેમાં મળતી માહિતી મુજબ આ મહિલા મહેસાણાના વિજાપુરની રહેવાસી છે. જેની અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે.

ગુજરાતનો આરોગ્ય વિભાગ સક્રિય
ગુજરાતનો આરોગ્ય વિભાગ આ વાયરસને લઈને તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ સાથે સચેત છે. આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે રાજ્યના દરેક જિલ્લાના દરેક સિવિલ સર્જન, સુપ્રીન્ટેન્ડન્ટને આ વાઇરસના ચેપ સંબંધિત બાબતો પર સંપૂર્ણ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે. .ગુજરાતમાં સંબંધિત કેસના નિદાન માટે રાજ્યની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ થી લઇ મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે.

વાયરસના લક્ષણો
આ વાયરસને હ્યુમન મેટાન્યૂમો વાયરસ એટલે કે HMPV કહેવામાં આવે છે, જેના લક્ષણોમાં સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોય​ છે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા ગળામાં ખારાશ, વહેતું નાક અથવા ગળામાં દુ:ખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઇરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.

આ પણ વાંચો…અમદાવાદમાં Science City ખાતે રોબોફેસ્ટ ગુજરાત 4.0 યોજાશે, જોવા મળશે નવા આકર્ષણો

HMPV નવો વાઇરસ નથી
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ HMPV કોઈ નવો વાયરસ નથી. અગાઉ તેની ઓળખ વર્ષ 2001માં થઈ હતી અને તે વર્ષોથી વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે. બીજી તરફ નિષ્ણાતોનું કહેવું છે કે, HMPV સંક્રમિત દર્દીઓને ભાગ્યે જ હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે. તેથી આ વાયરસથી ગભરાવાની જરૂર નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button