Donald Trump ના શપથ ગ્રહણ પૂર્વે ચીનની નવી રણનીતિ, રાજદૂતની ઇલોન મસ્ક સાથે મુલાકાત
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)આજે શપથ ગ્રહણ કરશે. તે પૂર્વે ચીને નવી રણનીતી અપનાવી છે. જેમાં શપથ ગ્રહણ સમારોહ પૂર્વે ચીની નેતાએ અમેરિકાના ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને ઇલોન મસ્ક સહિતના અમેરિકન ઉદ્યોગપતિઓને મળ્યા. અમેરિકા અને ચીન વેપાર, ટેકનોલોજી અને અન્ય મુદ્દાઓ પર ચાલી રહેલા તણાવને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટ્રમ્પની ટ્રાન્ઝિશન ટીમના જણાવ્યા અનુસાર શપથ ગ્રહણ સમારોહ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના દૂત તરીકે વોશિંગ્ટન પહોંચેલા હાન ઝેંગે વાન્સ સાથે વેપાર સંતુલન અને પ્રાદેશિક સ્થિરતા સહિત અનેક વિષયો પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત ચીનના ઉપરાષ્ટ્રપતિ પણ આ શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા છે.
ચીન -અમેરિકા સંબંધોમાં હજુ અવકાશ
જોકે આ અંગે ચીનના વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું છે કે, હાન મસ્કની અમેરિકાના ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સાથેની મુલાકાત અમેરિકા અને ચીન વચ્ચેના આર્થિક અને વેપાર સંબંધોમાં વ્યાપક સામાન્ય હિતો અને સહકાર માટે અવકાશના પગલે છે. જ્યારે હાન મસ્ક અન્ય ટોચના યુએસ ઉદ્યોગપતિઓને પણ મળ્યા. જેમાં વોશિંગ્ટન ડીસીમાં યુએસ-ચાઇના બિઝનેસ કાઉન્સિલ અને યુએસ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે
આ પણ વાંચો : રાષ્ટ્રપતિની શપથ લેતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે કરી ચોંકાવનારી જાહેરાતો
એક્સને ચીનમાં ઓપરેટ કરવાની મંજૂરી નથી
જ્યારે ઇલોન મસ્કે લખ્યું છે કે, હાલની સ્થિતિ અસંતુલિત છે. જેમાં અમેરિકામાં ચીનની કંપની ટિકટોકને ઓપરેટ કરવાની મંજૂરી છે. જ્યારે એક્સને ચીનમાં ઓપરેટ કરવાની મંજૂરી નથી. ચીનમાં એક્સ, અને અન્ય મહત્વની અમેરિકન સોશિયલ મીડિયા અને ન્યૂઝ એપ્સ અને વેબસાઇટો પર પ્રતિબંધ છે. જેમાં યુટ્યુબ, ગૂગલ, ફેસબુક પણ સામેલ છે.