નીરજ અને હિમાની: બન્ને હરિયાણાના, પણ પહેલી મુલાકાત થયેલી અમેરિકામાં!
ભાલાફેંકના ચેમ્પિયને ટેનિસ ખેલાડી સાથે ગૂપચૂપ લગ્ન કરી લીધા
રોહતક: ભાલાફેંકના ભારતીય ઓલિમ્પિક મેડલિસ્ટ નીરજ ચોપડાએ રવિવારે શિમલામાં નિકટના સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં ટેનિસ પ્લેયર હિમાની મોર સાથે ગૂપચૂપ લગ્ન કરી લીધા ત્યાર બાદ નીરજના કાકા સુરેન્દ્ર ચોપડાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે નીરજ અને હિમાની એકમેકને સૌથી પહેલાં અમેરિકામાં મળ્યા હતા.
બન્નેની એ મુલાકાત પછીથી પ્રેમમાં પરિવર્તિત થઈ હતી.
નીરજ અને હિમાની, બન્ને હરિયાણાના છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પેરિસ ઓલિમ્પિક્સ વખતે શૂટર મનુ ભાકરના મમ્મી જયારે પેરિસમાં નીરજ ચોપડાને મળ્યા હતા અને તેમની વચ્ચે ખૂબ વાતચીત થઈ હતી ત્યારે મીડિયામાં એવી વાત ચગી હતી કે નીરજ અને મનુ વચ્ચે રિલેશનશિપ છે અને તેઓ કદાચ લગ્ન કરી લેશે.
Reddit knew about Neeraj Chopra and Himani Mor at least 5 months ago.
— Johns (@JohnyBravo183) January 19, 2025
reddit >>> twitter + news/social media pic.twitter.com/EspS33uhGw
જોકે પછીથી એ માત્ર અટકળો સાબિત થઈ હતી.
હિમાની મૂળ હરિયાણાના લરસૌલી ગામની રહેવાસી છે.
તેણે સ્કૂલ-શિક્ષણ પાણીપતની લિટલ એન્જલ્સ સ્કૂલમાં પૂરું કર્યું હતું અને ત્યાર બાદ દિલ્હી યુનિવર્સિટીના મિરાંડા હાઉસમાંથી રાજનીતિશાસ્ત્ર તથા શારીરિક શિક્ષણમાં બેચલર ડિગ્રી મેળવી છે.
આ પણ વાંચો : Golden Boy નીરજ ચોપરાએ લગ્ન કરીને ઈન્સ્ટાગ્રામ પર લોકોને આપ્યા સરપ્રાઈઝ ન્યૂઝ!
તેણે આગળના અભ્યાસ માટે અમેરિકા ગઈ જ્યાં હાલ તે મેક્કોરમાર્ક આઇઝનબર્ગ સ્કૂલ ઑફ મેનેજમેન્ટમાં સ્પોર્ટ્સ મેનેજમેન્ટ તથા એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ કરી રહી છે. તેણે સધર્ન લ્યૂસિયાના યુનિવર્સીટીમાં પણ અભ્યાસ કર્યો છે. તે ફ્રેંકલિન પિયર્સ યુનિવર્સિટીમાં પાર્ટ-ટાઇમ ટેનિસ કોચ તરીકે પણ કામ કરી ચૂકી છે. હાલમાં તે એમ્હર્સ્ટ કોલેજની ટેનિસ ટીમ મેનેજ કરી રહી છે, જ્યાં તે ગ્રેજ્યુએટ સહાયક તરીકે જોડાયેલી છે.
હિમાનીના પિતા નિવૃત્ત બૅન્ક અધિકારી છે અને તેમણે તેમના ગામમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવ્યું છે.