હોસ્પિટલમાં દાખલ છે Saif Ali Khan અને Ibrahim Ali Khanએ લીધો મહત્ત્વનો નિર્ણય…
મુંબઈઃ બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાન (Saif Ali Khan) પર થયેલાં હુમલાને કારણે ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ અને ફેન્સની ચિંતામાં વધારો થયો છે. હાલમાં ભલે સૈફની તબિયત સુધારા પર છે અને તેને આજકાલમાં ડિસ્ચાર્જ મળવાની શક્યતા છે. પરંતુ આ બધા બચ્ચે સૈફ અલી ખાનના મોટા દીકરા ઈબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Khan) એ મહત્ત્વનો નિર્ણય લીધો છે અને એને કારણે તે ચર્ચામાં આવી ગયો છે. આવો જોઈએ શું છે આ મહત્ત્વનો નિર્ણય…
મળતી માહિતી અનુસાર સૈફ અલી ખાન પર જ્યારે હુમલો થયો ત્યારે ઈબ્રાહિમ અલી ખાન જ તેને હોસ્પિટલમાં લઈ ગયો હતો. જોકે, ડોક્ટર્સનું કહેવું એવું છે કે સૈફ પોતાના દીકરા તૈમુર સાથે ચાલતો ચાલતો હોસ્પિટલ આવ્યો હતો. પરંતુ અત્યાર સુધી જે પણ રિપોર્ટ સામે આવ્યા છે એ પ્રમાણે તો ઈબ્રાહિમ ડ્રાઈવર ન હોવાને કારણે રિક્ષામાં સૈફ અલી ખાનને હોસ્પિટલ લઈ ગયો હતો.
હાલમાં સૈફની તબિયત સ્થિર છે અને પરિવારના લોકો તેની ખબર કાઢવા માટે હોસ્પિટલ પહોંચી રહ્યા છે. જોકે, આ બધા વચ્ચે સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર ઈબ્રાહિમ અલી ખાને લીધેલા મહત્ત્વના નિર્ણયની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. ઈબ્રાહિમ અલી ખાનને આ હુમલાને કારણે આંચકો લાગ્યો છે અને એ કારણે જ તેણે આ નિર્ણય લીધો હોવાનું કહેવાઈ રહ્યું છે.
પિતા સૈફ અલી ખાન પર થયેલાં જીવલેણ હુમલાને ધ્યાનમાં લઈને ઈબ્રાહિમ અલી ખાને પોતાના પ્રોજેક્ટની શૂટિંગ રોકી દીધી છે. ઈબ્રાહિમ હાલમાં તેની ડેબ્યુ ફિલ્મ દિલેરનું શૂટિંગ કરી રહ્યું છે. પરંતુ પિતા સૈફ પર થયેલાં હુમલાને કારણે ઈબ્રાહિમને આંચકો લાગ્યો છે અને તેણે પોતાની ફિલ્મનું શૂટિંગ પોસ્ટપોન્ડ કરી દીધું છે. ઈબ્રાહિમ ફરી શૂટિંગ ક્યારે શરૂ કરશે એ અંગે હાલમાં તો કોઈ માહિતી સામે નથી આવી રહી.
આ પણ વાંચો : આજે કે કાલે સૈફ અલી ખાન ભલે ઘરે આવી જાય, પણ ડૉક્ટરની આ સલાહ તેણે માનવી પડશે
સૈફ અલી ખાનને અપાશે હોસ્પિટલમાંથી રજા…
સૈફ અલી ખાનની હેલ્થ અપડેટ્સ આપતા લીલાવતી હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે હાલમાં સૈફ અલી ખાનની તબિયત સ્થિર છે અને તેને આજ-કાલમાં રજા આપવામાં આવશે. જોકે, હોસ્પિટલમાંથી ઘરે પાછા ફર્યા બાદ પણ સૈફ અલી ખાને 15-20 દિવસ બેડ રેસ્ટ કરવો પડશે અને તેને સ્પાઈનલ ઈન્જરી થઈ હોવાને કારણે ઈન્ફેક્શન થવાનું જોખમ પણ રહેલું છે. આ પરિસ્થિતિમાં તેને જેટલા ઓછા લોકો મળવા આવશે, એટલું એની રિકવરી માટે સારું રહેશે.