ઇન્ટરનેશનલ

Donald Trump Oath Ceremony: ગુજરાતી ઉદ્યોગપતિ પણ બન્યા છે ટ્રમ્પના મહેમાન, જાણો કોણ છે?

વૉશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ બનવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ ભારતીય સમય પ્રમાણે આજે રાત્રે થશે, ત્યારે ગ્લોબલ લેવલે ચર્ચાઈ રહેલા કાર્યક્રમમાં ભારતના ખાસ મહેમાનો પણ પહોંચ્યા છે. ટ્રમ્પની ડીનર પાર્ટીના ફોટા વાયરલ થયા છે અને તેમાં રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને ખાસ કરીને તેમના પત્ની નીતા અંબાણી છવાઈ ગયા છે. પણ તમને જણાવી દઈએ કે અહીં માત્ર અંબાણી દંપત્તી જ મહેમાન નથી, બીજા બે ઉદ્યોગપતિઓ પણ મહેમાન બન્યા છે અને તેમાંના એક ગુજરાતી છે.

આ ગુજરાતીનું નામ છે કલ્પેશ મહેતા. કલ્પેશ મહેતા હાલમાં વૉશિગ્ટન છે અને ટ્રમ્પની રિયલ એસ્ટેટ કંપની ટ્રાઈબેકા ડેવલપર્સના પાર્ટનર છે. મહેતાએ વૉશિગ્ટન પહોંચી ટ્રમ્પના દીકરા એરિકની મુલાકાત કરી હતી. તેમની મુલાકાત ફ્લોરિડાના ખૂબ જાણીતા ક્લબમાં થઈ હતી.

Trump oath taking ceremony

આ પણ વાંચો : રાષ્ટ્રપતિની શપથ લેતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે કરી ચોંકાવનારી જાહેરાતો

હવે તમને બીજા ઉદ્યોગપતિ વિશે જણાવીએ તો તેઓ પણ રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે જોડાયેલા છે અને તેમનું નામ પંકજ બંસલ છે. બંસલ એમ3એમ ઈન્ડિયા કંપનીના ડિરેક્ટર છે. તેમની કંપની ગુરુગ્રામમાં ટ્રમ્પ ટાવર પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ બન્ને યંગ બિઝનેસમેન ટ્રમ્પના શપથમાં જોડાશે.

ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરવા વિદેશ પ્રધાન એસ.જયશંકર પણ અમેરિકા ગયાના અહેવાલો છે.

ટ્રમ્પ બીજી વાર અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે શપથ લઈ રહ્યા છે. અગાઉ થયેલા ગયેલા તમામ હયાત રાષ્ટ્રપતિને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાથે ખૂબ જ ગ્રાન્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button