સુજલામ સુફલામ રાજ્યને ફળી હોવાનો સરકારનો દાવોઃ સરકારે માહિતી આપતા કહ્યું કે
ગાંધીનગરઃ દરેક રાજ્યના ખેતી અને ઔદ્યોગિક વિકાસનો ઘણોખરો આધાર રાજ્યમાં પાણી, વીજળી, સડકોની વ્યવસ્થા પર રહેલો છે. પાણીનો અભાવ જનજીવનન અસ્ત વ્યસ્ત કરે છે અને રાજ્યના વિકાસને રૂંધે છે. આ વાતને ધ્યાનમાં લઈ રાજ્યમાં સુજલામ સુફલામ યોજના અમલમાં મૂકવામાં આવી હતી, જેનું ખૂબ જ સારું પરિણામ આવ્યું હોવાનો દાવો રાજ્ય સરકારે કર્યો છે.
સુજલામ સુફલામ યોજનાનો હેતુ સમગ્ર ગુજરાતમાં નદીઓને પુનઃજીવિત કરવાનો, ચેકડેમ બાંધવા અને જળ સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. સરકારે આપેલી માહિતી અનુસાર છેલ્લા બે વર્ષની વાત કરીએ તો 9,381 કિલોમીટરમાં નેહરોની સાફ સફાઈ કરવામાં આવી છે. 7,775 ચેકડેમના કામો તેમજ 1,914 ચેકડેમ રિપેરિંગના કાર્યો પૂર્ણ કરાયા છે. આ યોજના હેઠળ વર્ષ 2024માં કુલ 7.49 લાખ માનવદિનની રોજગારી ઉત્પન્ન કરવામાં આવી છે .છેલ્લા બે વર્ષમાં જળ ક્ષેત્રે કુલ ૩૩ હજારથી વધુ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: સરકારનો મોટો નિર્ણયઃ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે મળશે નર્મદાનું પાણી
સરકારે આપેલા આંકડા અનુસાર વર્ષ 2023માં 23,725 અને વર્ષ 2024માં 9,374 જેટલા કાર્યો પૂર્ણ થયા છે. જ્યારે વર્ષ 2023માં 21,425 લાખ ધન ફૂટ અને વર્ષ 2024માં 11,523 લાખ ધન ફૂટ એમ બે વર્ષમાં ટોટલ 32,948 લાખ ધન ફૂટ પાણી સંગ્રહ શક્તિમાં વધારો થયો છે. જ્યારે વર્ષ 2023માં 6,765 કિલો મીટર અને વર્ષ 2024માં 2,616 કિલોમીટર એમ કુલ મળીને છેલ્લા બે વર્ષમાં 9,381 કિલોમીટર નેહરો અને કાંસની સાફ સફાઈ કરવામાં આવી છે. વર્ષ 2023માં 7,504 અને વર્ષ 2024માં 1,976 એમ કુલ મળીને છેલ્લા બે વર્ષમાં 9,480 તળાવોને ઊંડા કરવાનું કાર્ય પુર્ણ કર્યુ છે.
ચેકડેમની વાત કરીઓ તો , વર્ષ 2023માં 5,195 અને વર્ષ 2024 માં 2,616 એમ કુલ મળીને છેલ્લા બે વર્ષમાં 7,775 ચેકડેમ ડિસીલ્ટીંગના કામો કરવામાં આવ્યા છે .જ્યારે વર્ષ 2023માં 1,029 અને વર્ષ 2024માં 885 એમ કુલ મળીને છેલ્લા બે વર્ષમાં 1,914 ચેકડેમ રિપેરિંગના કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે.
આ પણ વાંચો: Vadodara જિલ્લાના વિકાસને મળશે વેગ, સીએમ ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 507.94 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી
આ અભિયાન થકી સ્થાનિક સ્તરે નાગરિકોનો ખૂબ સહયોગ મળ્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આ અભિયાન હેઠળ મુખ્યત્વે તળાવો ઉંડા કરવા, ચેકડેમ ડીસીલ્ટીંગ, ચેકડેમ રીપેરીંગ, નહેરોની સાફસફાઈ, નહેરોની મરામત અને જાળવણી, નવા તળાવ, નવા ચેકડેમ, ખેતતલાવડી, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, નદી, વોંકળા, કાંસ તથા તળાવની સાફસફાઇ, અને નદીઓ પુન:જીવિત કરવાની કામગીરી વગેરે કાર્યો હાથ ધરાયા હતા, તેમ સરકારે જણાવ્યું હતું.