Women’s U19 T20 World Cup 2025: નાઈરિજિરયાએ ન્યૂ ઝીલેન્ડને હરાવીને રચ્યો ઈતિહાસ
મુંબઈ: ક્રિકેટને આનીશ્ચિતતાથી ભરેલી રમત કહેવામાં આવે છે, કેમ કે ક્રિકેટની રમતમાં ગમે ત્યારે મોટા ઉલટફેર જોવા મળે છે. તાજેતરમાં જ ક્રિકેટની દુનિયાનો મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. નાઇજીરીયાએ ન્યુઝીલેન્ડને હરાવીને (Nigeria defeated New Zealand) ઇતિહાસ રચ્યો. આ અપસેટ મહિલા અંડર 19 વર્લ્ડ કપની (women under 19 world cup) લીગ મેચમાં સર્જાયો હતો. નાઇજીરીયાએ ન્યુઝીલેન્ડ સામેની મેચ 2 રને જીતી લીધી. નાઇજીરીયાની ટીમ પહેલી વાર અંડર-19 મહિલા વર્લ્ડ કપ રમી રહી છે અને તેમણે ન્યુઝીલેન્ડ જેવી મજબુત ટીમને હરાવી સૌને ચોંકાવી દીધા.
રસાકસીભરી રહી મેચ:
ગ્રુપ સીની ન્યુઝીલેન્ડની અંડર 19 મહિલા ટીમ અને નાઇજીરીયાની અંડર 19 મહિલા ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચ દરમિયાન વરસાદ પડ્યો હતો. જેના કારણે મેચ 13-13 ઓવરની જ રમાઈ. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા નાઇજીરીયન ટીમે 13 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 65 રન બનાવ્યા હતા. સામે, ન્યુઝીલેન્ડની ટીમ 13 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 63 રન બનાવી શકી અને નાઇજીરીયાએ મેચ જીતી લીધી.
ન્યૂઝીલેન્ડને જીતવા માટે છેલ્લી 2 ઓવરમાં 17 રનની જરૂર હતી. ન્યૂઝીલેન્ડે 19મી ઓવરમાં 8 રન બનાવ્યા. છેલ્લી ઓવરમાં 9 રનની જરૂર હતી. ન્યુઝીલેન્ડની ટીમ ફક્ત 6 રન બનાવી શકી અને તેમને મેચમાં 2 રનથી મેચ હારી ગઈ.
આ પણ વાંચો : ઢાકાની અદાલતે બહાર પાડેલા વૉરન્ટમાં કહ્યું, `ક્રિકેટર શાકિબની ધરપકડ કરો’
નાઇજીરીયાની ટીમ ગ્રુપમાં ટોચ પર પહોંચી:
નાઇજીરીયન ટીમ અંડર-19 મહિલા વર્લ્ડ કપમાં ગ્રુપ સીનો ભાગ છે. ન્યુઝીલેન્ડ ઉપરાંત, ગ્રુપ Cમાં સમોઆ અને દક્ષિણ આફ્રિકાની ટીમો શામેલ છે. ગ્રુપમાં નાઇજીરીયન ટીમ પ્રથમ સ્થાને આવી ગઈ છે. નાઇજીરીયાએ બેમાંથી એક મેચ જીતી હતી, એક મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. ત્રણ પોઈન્ટ સાથે નાઇજીરીયાની ટીમ પ્રથમ સ્થાને આવી ગઈ છે. દક્ષિણ આફ્રિકાની ટીમ બીજા સ્થાને છે.