મુંબઇના જાણીતી હોટેલમાંથી 60 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો, તપાસ ચાલુ
મુંબઇઃ દક્ષિણ મુંબઇની એક જાણીતી હોટેલમાં રવિવારે બપોરે એક 60 વર્ષીય અપરિણીત મહિલા તેની રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. આ મહિલા છ જાન્યુઆરીથી આ હોટેલમાં રોકાઇ હતી. તે એકલી જ હતી. આટલા દિવસોમાં તેને મળવા પણ કોઇ આવ્યું નહોતું. આ મામલે મરીન ડ્રાઇવ પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે. પોલીસની પ્રાથમિત તપાસમાં મહિલાના શરીર પર કોઇ પણ પ્રકારની ઇજાના નિશાન નથી જોવા મળ્યા અને તેની પાસે કે આસપાસ પણ કોઇ શંકાસ્પદ વસ્તુ જોવા નથી મળી. પોલીસે મૃતક મહિલાનું પોસ્ટમોર્ટમ કરી લીધું છે અને વધુ તપાસ માટે તેના વિસેરાને સાચવી રાખવામાં આવ્યા છે.
Also read: મુંબઇગરાઓ સ્વેટર, મફલર માળિયે ના ચઢાવતા, હજી ઠંડી વધશે…
પોલીસ હાલમા ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઇ રહી છે અને મૃત્યુનું કારણ જાણવા માટે વધુ તપાસ કરી રહી છે. પોલીસ સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓની પણ તપાસ કરી રહી છે. તમામ એંગલથી આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.