ખ્યાતી હોસ્પિટલ કાંડ: આરોપી કાર્તિક પટેલની તપાસમાં આનાકાની, દોષનો ટોપલો બીજા પર ઢોળ્યો
અમદાવાદ: ગુજરાતભરમાં ચકચાર મચાવનાર ખ્યાતિ હોસ્પિટલ કાંડ (Khyati Hospital Scandal) બાબતે આરોપી કાર્તિક પટેલની ધરપકડમાં કરવામાં આવી છે. પોલીસ હાલ કાર્તિકની પૂછપરછ કરી રહી છે. અહેવાલ મુજબ કાર્તિક પોલીસને તપાસમાં સહયોગ નથી આપી રહ્યો. કાર્તિક પટેલે અન્ય બે શખ્સો આ કેસમાં માસ્ટરમાઈન્ડ હોવાનો દાવો કર્યો છે.
એક અહેવાલ મુજબ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછ દરમિયાન કાર્તિક પટેલે કહ્યું કે તેને આ કોભાંડ વિષે જાણકારી ન હતી, તેની ભૂમિકા માત્ર હોસ્પિટલ ખોટ ચાલી રહોવાની બાતાવવા પુરતી હતી.
માથામાં દુ:ખાવાની ફરિયાદ:
અહેવાલ મુજબ પૂછપરછ દરમિયાન કાર્તિક વારંવાર માથામાં દુ:ખાવો થતો હોવાની ફરિયાદ કરી રહ્યો છે. જોકે તેણે સ્વીકાર કર્યો છે કે ફ્રી કેમ્પથી મંડીને હોસ્પિટલમાં સર્જરી કરી છે. કાર્તિક પટેલને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન ક્રાઈમ બ્રાન્ચ સમગ્ર ઘટનાનું કરશે.
દોષોનો ટોપલો બીજા પર ઢોળ્યો:
અહેવાલ મુજબ કાર્તિક પટેલે કહ્યું કે, 40 કરોડના રોકાણ સામે અપેક્ષિત આવક થઇ રહી ન હતી, તેણે અંગે ચિરાગ અને રાહુલને પૂછ્યું, ત્યારે બંનેએ ગામડામાં ફ્રી કેમ્પ યોજી દર્દીઓ હોસ્પિટલમાં લઇ આવી PMJAY હેઠળ હોસ્પિટલ કરવાનો પ્લાન બનાવ્યો.
આ પણ વાંચો…Gujarat ના દ્વારકામાં 8 દિવસમાં કુલ 525 દબાણો દુર કરાયા
શું હતું કોભાંડ:
અહેવાલ મુજબ ગામડામાં મેડીકલ કેમ્પ દરમિયાન આરોપીઓ 30 ટકા બ્લોકેજ હોય એ દર્દીને 70 થી 80 ટકા બ્લોકેજ હોવાનું કહીં હોસ્પિટલમાં લઇ આવતા અને PMJAY હેઠળ ઓપરેશન કરતા. સરકાર એક એન્જિયોપ્લાસ્ટીના રૂપિયા 1.25 લાખ આપે છે, આ માટે PMJAYના અધિકારી સાથે પણ સાંઠગાંઠ કરી હતી. આરોપીઓએ દરેક કેમ્પમાં 20 ખોટા રિપોર્ટ બનાવવાનોનો પ્લાન ઘડ્યો હતો.