પાર્ટી ભલે અમેરિકાના પ્રેસિડેન્ટની હોય, પણ વટ તો આપણા નીતા અંબાણીનો જ પડે
વૉશિંગ્ટનઃ દુનિયાની મહાસત્તા તરીકે જાણીતા અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની તાજપોશી થઈ રહી છે અને આખી દુનિયાની નજર તેના પર છે. આ ગ્રાન્ડ પ્રોગ્રામ પહેલા ટ્રમ્પે એક ડીનર પાર્ટી રાખી હતી અને તેમાં દેશ વિદેશના સેલિબ્રિટી સાથે આપણા ગુજરાતી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમનાં પત્ની નીતા અંબાણી પણ હતા. હવે નીતાબહેન પાર્ટીમાં હોય અને અન્ય કોઈના પર નજર પડે તેવું તો બને નહીં. પતિના બિઝનેસમાં ધ્યાન આપતા અને આ સાથે રિલાયન્સ ફાઉન્ડેશનની કેટલીય જવાબદારી નિભાવતા નીતા અંબાણી ફેશન આઈકન તરીકે સૌનું ધ્યાન ખેંચતા રહે છે તો પછી ટ્રમ્પની ડીનર પાર્ટી કેમ બાકી રહી જાય.
આ ડીનરપાર્ટીમાં નીતા અંબાણીએ એક ભારતીય તરીકે સાડી પહેરવાનું પસંદ કર્યું અને સાથે મસ્ત ઈન્ડિયન જ્વેલરીનનું કૉમ્બિનેશન કર્યું તે સૌની નજરમાં આવ્યું છે અને તેઓ ખૂબ જ જાજરમાન લાગી રહ્યા છે. નીતાએ સોનેરી ભરતગુથંણ વાળી બ્લેક સિલ્ક સાડી પહેરી હતી. જ્યારે મુકેશ ક્લાસિક બ્લેક બ્લેઝર અને લાલ ટાઈ સાથે જોવા મળ્યા હતા.
Also read: ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા આયોજિત ડિનર સમારોહમાં છવાયા નીતા અંબાણી
નીતા અંબાણીએ ટ્રમ્પના ડીનરમાં વેસ્ટર્ન કે ઈન્ડો વેસ્ટર્ન પહેરવાને હદલે એકદમ ભારતીય સાડી પહેરવાનું પસંદ કર્યું અને તેમની સાડી પણ એટલી જ સુંદર હતી.તેમણે કાળી રેશમી સાડી પહેરી હતી, જેમાં સોનેરી એમ્બ્રોઇડરીવાળી સ્ટ્રીપ્સ હતી જેમાં બોલ્ડ ગુલાબી કિનારીઓ હતી. ફૂલ સ્લીવ બ્લેક બ્લાઉસ સાથે તે એકદમ એલિગન્ટ લાગતા હતા. અમુક ફોટોમાં તેણે કોલર પર ફરવાળો બ્લેક ઑવરકોટ પહેર્યો હતો. હવે ત્યારે આટલુ બધુ ધ્યાન કપડા પર આપ્યું હોય તો જ્વેલરીમાં કેમ પાછા પડે નીતાબહેન. ગળામાં તેમણે જે કુંદનનો હાર પહેર્યો હતો તેનું પેડન્ટ 200 વર્ષ જૂનું છે. હીરા-મોતી જડિત હાર, સુંદર બુટ્ટી અને લાઈટ મેકઅપ.
ગળામાં હીરાનો હાર, કાનમાં બુટ્ટીને હાથમાં મેચિંગ બંગળીઓ પહેરવાની સાથે, તેમણે હળવો મેક અપ કર્યો હતો. સાડી પર શોભે તેવી સાઈડ પાર્ટેડ બનવાળી હેરસ્ટાઈલ તેમને એકદમ પરફેક્ટ બનાવતી હતી. તેમની સાથે મુકેશ અંબાણીએ બ્લેક બ્લેઝર મેચ કર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પની આ ડિનર પાર્ટીમાં લગભગ 100 જેટલા ખૂબ જ ખાસ મહેમાનો હતા, પરંતુ કહેવાની જરૂર નથી કે પ્રેઝન્ટેશન અને લૂકના મામલે વટ તો આપણા અંબાણી પરિવારની મોટી વહુ નીતાનો જ પડતો હતો.