બેંકમાં સેવિગ્સ પર મળતા વ્યાજ કરતા પોસ્ટ ઓફિસ આપે છે વધારે વ્યાજઃ જાણો વિગતે
મુંબઈઃ આમ તો આજની મોંઘવારીમાં બચત થતી જ નથી, પરંતુ જે કંઈ થોડીઘણી થાય છે તેના પર બેંક કોઈ ખાસ વ્યાજ આપતું નથી. બેંકોમાં પૈસો સલામત હોવાથી એક એવો વર્ગ છે જે અન્ય ક્યાંય રોકાણ કરવાને બદલે બેંકમાં જ પૈસો રાખે છે, પરંતુ જો તમારે સારું વ્યાજ જોઈતું હોય અને પૈસાની સલામતી પણ તો પોસ્ટ ઓફિસ એક સારા વિકલ્પ તરીકે તમને મદદ કરી શકે છે.
આજના સમયમાં બચત ખાતુ દરેક માટે અનિવાર્ય બની ગયું છે. બેંકિંગ ફેસેલીટીથી શરૂ કરી સરકારી યોજનાઓના લાભ બચત ખાતા વગર શક્ય જ નથી. પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ એ એક સારો ઓપ્શન છે જે બેંકો કરતાં પણ વધુ સારો વ્યાજ દર આપે છે. પોસ્ટ ઑફિસ સેવિંગ્સ એકાઉન્ટ એ સમગ્ર ભારતમાં પોસ્ટ ઑફિસ દ્વારા પ્રદાન કરવામાં આવતી ડિપોઝિટ સ્કીમ છે. તે એકાઉન્ટ બેલેન્સ પર એક નિશ્ચિત વ્યાજ દર આપે છે.
Also read: આઇએએસ ઓફિસર પૂજા ખેડકર વાપરી રહેલી લક્ઝરી કાર પોલીસે જપ્ત કરી
પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ માત્ર 500 રૂપિયામાં ખોલાવી શકાય છે. પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ માત્ર 500 રૂપિયામાં ઓપન કરી શકાય છે. એકાઉન્ટની સાથે ચેકબુક, એટીએમ કાર્ડ, ઈ-બેંકિંગ અને મોબાઈલ બેંકિંગ જેવી બેંકિંગ સેવાના પણ લાભ મળે છે.આ સિવાય આધાર લિંકિંગ અને સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી શકાય છે. પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ 4.0% વ્યાજ આપે છે, જે ઘણી બેંકો કરતા વધારે છે.
- આ સુવીધાનો લાભ કોણ મેળવી શકે
પુખ્ત વયની વ્યક્તિ આ ખાતું ખોલાવી શકે છે. પોસ્ટ ઓફિસમાં જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલી શકાય છે, જેમાં બે લોકો એકાઉન્ટના માલિક હોય છે. જો 18 વર્ષથી ઓછી ઉંમરનું બાળક પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલે, તો તે ખાતાના માલિક તેના માતાપિતા ગણાય છે.