મનોરંજન

બિગ બીની એ પોસ્ટને કારણે ચાહકો ચિંતામાં, PM મોદીએ પણ આપ્યો આવો રિપ્લાય…

બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હોય છે અને તેઓ અવારનવાર કંઈને કંઈ માહિતી ફેન્સ શેર કરતાં રહે છે. પરંતુ હવે બિગ બીની પોસ્ને કારણે ફેન્સ ચિંતામાં આવી ગયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બિગ બીની આ પોસ્ટ પર કમેન્ટ કરી છે. હાલમાં જ બિગ બીએ પોતાનો 81મો જન્મદિવસ ઊજવ્યો હતો.

બિગ બીની આ પોસ્ટને કારણે ચાહકોને તેમની તબિયતની ચિંતા સતાવવા લાગી છે. દરમિયાન બિગ બીની આ પોસ્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના વિચારો અને ભાવના વ્યક્ત કરી હતી. એટલું જ નહીં તેમણે બિગ બીને ટૂંક સમયમાં જ કચ્છના રણમાં શરૂ થનારા રણોત્સવમાં સહભાગી થવાનું આમંત્રણ પણ આપ્યું હતું. ઉપરાંત તેમણે બિગ બીની વડોદરા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પણ પેન્ડિંગ હોવાનું યાદ અપાવ્યું હતું.


વાત જાણે એમ છે કે હાલમાં જ પીએમ મોદીએ ઉત્તરાખંડમાં આવેલા પાર્વતી કુંડ અને જાગેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી અને તેના ફોટો પણ તેમણે પોસ્ટ કર્યા હતા. બિગ બીએ પણ એક્સ એકાઉન્ટ પર તેમના ફોટો રીટ્વીટ કરીને પોતે ત્યાં ક્યારેય નહીં જઈ શકે એનું દુઃખ વ્યક્ત કર્યું હતું.

બિગ બીની આ પોસ્ટને કારણે તેમના ચાહકોને તેમની તબિયતની ચિંતા સતાવી રહી છે અને લોકો જાત જાતની અટકળો લગાવી રહ્યા છે. બિગ બીની પોસ્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે મારી પાર્વતી કુંડ અને જાગેશ્વર મંદિરની મુલાકાત ખરેખર ખૂબ જ સુંદર રહી હતી. આવતા અઠવાડિયે કચ્છમાં રણોત્સવ શરૂ થઈ રહ્યો છે હું તમને એમાં ભાગ લેવા આમંત્રણ આપું છું. હજી તો તમારી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાનું પણ બાકી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુવારે પીએમ મોદી એક દિવસ માટે ઉત્તરાખંડની મુલાકાતે ગયા હતા એ સમયે તેમણે પિથૌરાગઢમાં આવેલા કૈલાશ વ્યુ પોઈન્ટથી આદિલ કૈલાશના દર્શન કર્યા હતા. ત્યાર બાદ તેઓ ભારત-ચીનની નજીક આવેલા ગુંજી ગામમાં ગયા હતા. 14,000 ફૂટ ઊંચાઈ પર આવેલું આ ગામ છે. આ મુલાકાત દરમિયાન તેમણે પિથૌરાગઢમાં 4200 કરોડ રૂપિયાના પ્રકલ્પોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker