ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND vs PAK: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાકિસ્તાન મેચમાં પિચ અંગે ક્યુરેટરે ખુલાસો કર્યો

મુંબઈ: ODI વર્લ્ડ કપ પછી બાદ ICCની સૌથી મહત્વની ટુર્નામેન્ટ ચેમ્પિયન્સ ટ્રોફી (ICC Champions Trophy) હોય છે, ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં પાકિસ્તાનની યજમાની હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન થવાનું છે. આઠ વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેની ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ટુર્નામેન્ટ દરમિયાન ભારત અને પાકિસ્તાનની મેચ (IND vs PAK) રમાશે, જે હંમેશની માફક રોમાંચક રહે તેવી શક્યતા છે.

ભારતની મેચ દુબઈમાં રમાશે:
સુરક્ષા કારણોસર ભારતીય ટીમ તેની બધી મેચ પાકિસ્તાનની બહાર દુબઈમાં રમશે. જો ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચે છે, તો આ ફાઈનલ મેચ પણ દુબઈમાં જ યોજાશે. ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાનો પહેલો મુકાબલો 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે સમાશે, જ્યારે બીજી મેચ 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે રમશે. દુબઈના ક્રિકેટ સ્ટેડીયમની પીચ અંગે મહત્વનું અપડેટ મળ્યું છે.

પિચ ક્યુરેટરે ખુલાસો કર્યો:
એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા દુબઈ ક્રિકેટ સ્ટેડિયમના પિચ ક્યુરેટરે પિચ કેવી રીતે તૈયાર કરવામાં આવશે. આ સ્ટેડિયમમાં હાલમાં ઇન્ટરનેશનલ લીગ T20 (International League T20) મેચો રમાઈ રહી છે.

ઇન્ટરનેશનલ લીગ T20 ની ફાઇનલ 10 ફેબ્રુઆરીએ યોજાશે. જ્યારે 20 ફેબ્રુઆરીના રોજ ભારત અને બાંગ્લાદેશ (IND vs BAN) વચ્ચે આ સ્ટેડીયમમાં મેચ રમાશે. વચ્ચેના આ 10 દિવસ દરમિયાન પિચ તૈયાર કરવામાં આવશે.

અમે સારી પીચ તૈયાર કરીશું:
પિચ ક્યુરેટરે કહ્યું કે ચિંતાની કોઈ વાત નથી. આટલા સમયમાં પિચ સરળતાથી તૈયાર થઈ જશે. તેમની પાસે એક કાર્યક્ષમ ટીમ છે અને યુએઈમાં આખું વર્ષ ક્રિકેટ રમાય છે, તેથી તેમને સારી પિચો બનાવવાનો અનુભવ છે.

પાકિસ્તાન કરતા સ્થિતિ અલગ:
ભારત-પાકિસ્તાન મેચ અંગે ક્યુરેટરે કહ્યું, ‘અમે એ ધ્યાનમાં નથી રાખતા કઈ ટીમ રમી રહી છે. અમે સારી પિચ તૈયાર કરવાનો પ્રયાસ કરીએ છીએ. દુબઈની પરિસ્થિતિ પાકિસ્તાનથી ઘણી અલગ હશે. ત્યાં અત્યારે તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ છે, જ્યારે અહીં 25 ડિગ્રી સેલ્સિયસ છે.

આ પણ વાંચો…Golden Boy નીરજ ચોપરાએ લગ્ન કરીને ઈન્સ્ટાગ્રામ પર લોકોને આપ્યા સરપ્રાઈઝ ન્યૂઝ!

પિચ ક્યુરેટરે કહ્યું, ‘અહીંનું વાતાવરણ અલગ છે. દુબઈના સ્ટેડિયમની છતનો પડછાયો પીચ પર પડે છે. સાંજે 3:30 વાગ્યા સુધીમાં, પડછાયો આખા મેદાનને ઢાંકી દે છે. અહીંની પિચની તુલના બીજી પીચ સાથે ન કરી શકાય છે. અમારો પ્રયાસ સારી પિચ બનાવવાનો રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button