ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા આયોજિત ડિનર સમારોહમાં છવાયા નીતા અંબાણી
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પના શપથ ગ્રહણ આડે હવે માંડ કલાકો બચ્યા છે. ટ્રમ્પ 20 જન્યુઆરીના રોજ વોશિંગ્ટનના કેપિટોલ હિલ ખાતે રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કરશે. શપથ ગ્રહણ સમારોહમાx વિભિન્ન દેશના પ્રમુખો ઉપરાંત વિશ્વભરના ઉદ્યોગપતિઓને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે, તેથી સ્વાભાવિકપણે જ ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી સામેલ છે.
ડોનાલ્ડ ટ્ર્મ્પના શપથ ગ્રહણ સમારોહ પહેલા વોશિંગ્ટનમાં આયોજિત ડિનર સમારોહમાં રિલાયન્લ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમ જ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી પણ સામેલ થયા હતા. આ ઉપરાંત એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ, મેટાના સ્થાપક માર્ક ઝુકરબર્ગ જેવા મહાનુભાવો પણ ત્યાં મોજૂદ હતા. મુકેશ અંબાણીએ હંમેશની જેમ કાળા રંગનો સૂટ પહેર્યો હતો, જ્યારે નીતા અંબાણીએ સિલ્ક સાડીની ઉપર લાંબો ઓવરકોટ પહેર્યો હતો. ઓવરકોટમાં નીતા અંબાણી ઘણા જ સુંદર લાગી રહ્યા હતા. આ સમારોહની કેટલીક તસવીરો આવી રરી છે, જેમાં મુકેશ અંબાણી વિશ્વભરના બિઝનેસલીડર્સ સાથે વાતચીત અને હળવી પળો શેર કરતા જોવા મળી રહ્યા છે.
અંબાણી કપલ અન્ય ભારતીય ઉદ્યોગપતિઓ સાથે ડિનરમાં જોવા મળ્યું હતું. અહેવાલો મુજબ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ પહેલા આયોજિત થયેલા કેન્ડલલાઇટ ડિનર સમારોહ માટે મુકેશ અને નીતા અંબાણીને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રમ્પના નજીકના મિત્રો તેમ જ પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.
Also read:શપથ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો, કોર્ટે જાતીય શોષણ કેસમાં દોષિત ઠેરવ્યા…
એમ પણ જાણવા મળ્યું છે કે ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ બાદ મેટા સીઇઓ માર્ક ઝુકરબર્ગ દ્વારા બ્લેક ટાઇ રિસેપ્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ રિસેપ્શનમાં પણ અંબાણી હાજરી આપશે. આ રિસેપ્શનમાં વિશ્વભરના ઉદ્યોગપતિઓ , બિઝનેસ લીડર્સ અને પ્રભાવશાળી નેતાઓ ઉપસ્થિત રહેશે.