Gujarat ACPના GDP શમશેર સિંઘની કેન્દ્રમાં બીએસએફમાં એડીજીપી તરીકે નિમણૂક
અમદાવાદઃ ગુજરાત(Gujarat) કેડરમાં ફરજ બજાવતા વધુ એક આઈપીએસ અધિકારી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર જશે. એન્ટી કરપ્સન બ્યૂરો (એસીબી)ના ડાયરેક્ટર સમશેરસિંઘને ડેપ્યુટેશન પર મોકલવા આવશે. એસીબીના ડીજીપી ડૉ. શમશેર સિંઘની બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે બીએસએફના એડિશનલ જનરલ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા શમશેર સિંહને તાત્કાલિક રિલિવ કરવા માટે પણ આદેશ કરવામાં આવ્યો હતો. શમશેર સિંઘ 1991ના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. શમશેર સિંઘ 31 માર્ચ 2026 સુધી બીએસએફમાં કાર્યરત રહેશે.
Also read:Breaking: રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર: 25 IPS અધિકારીઓની બદલી…
1991માં ગુજરાત કેડરમાં આઈપીએસ અધિકારી તરીકે જોડાયા હતા
ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી શમશેર સિંઘ મૂળ હરિયાણાના જીંદ જિલ્લાના વતની છે. તેમણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી દિલ્હીથી મેનેજમેન્ટમાં પીએચડી કર્યું હતું. તેઓ વર્ષ 1991માં ગુજરાત કેડરમાં આઈપીએસ અધિકારી તરીકે જોડાયા હતા. વર્ષ 2020 સુધી ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી) ક્રાઈમના એડીજીપી રહ્યા હતા. ત્યારબાદ તેમને વડોદરા શહેરના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા.