દ્વારકા

Gujarat ના દ્વારકામાં 8 દિવસમાં કુલ 525 દબાણો દુર કરાયા

અમદાવાદઃ ગુજરાતના (Gujarat)ના સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકા ખાતે મેગા ડિમોલેશનમાં 8 દિવસમાં કુલ 525 દબાણો દૂર કરાયા હતા. 8 દિવસ ચાલેલા મેગા ડીમોલીશનમાં અનેક રહેણાક મકાનો સહિત, કોમર્શિયલ બાંધકામો અને ધાર્મિક બાંધકામો પર બૂલડોઝર ફરી વળ્યું હતું. અંદાજે રૂપિયા 73.55 કરોડની કિંમતની સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું હતું. તેની સાથે સાથે સાથે બેટ દ્વારકા અને ઓખામાં 4 ધાર્મિક સ્થળ તોડી પડાયા હતા અને બેટ દ્વારકામાં 2, આરંભડામાં 1 ધાર્મિક સ્થળ પર બુલડોઝર ફર્યું હતું.

આઠ દિવસ ચાલેલા મેગા ડીમોલેશન પૂર્ણ થયું હતું

દ્વારકા, બેટ દ્વારકા ઓખામાં આઠ દિવસ ચાલેલા મેગા ડીમોલેશન પૂર્ણ થયું હતું ,બેટ દ્વારકામાં અને ઓખામાં 4 જ્યારે દ્વારકામાં 2 અને આરંભડામાં 1 ધાર્મિક સ્થળો અત્યાર સુધીમાં તોડી પાડવામાં આવ્યા હતા. 8 દિવસ ચાલેલા મેગા ડીમોલેશમાં 1,27,917 સ્કે.મીટર સરકારી જમીન ખુલ્લી કરાઇ છે. 8 દિવસ સુધી ચાલેલા મેગા ડીમોલેશનમાં 1 હજાર પોલીસ કર્મચારી એસ.આર.પી જવાનોએ ખડેપગે ફરજ બજાવી હતી.

દબાણ કરનારાઓને તંત્રએ નોટિસ ફટકારી

બેટ દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામને નોટિસ આપવામાં આવી હતી.પાંચ દિવસના અંતે 26.332 ચો. મી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી, હજુ પણ બેટ દ્વારકા ખાતે ગેરકાયદેસર દબાણ કરનારાઓને તંત્રએ નોટિસ ફટકારી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલાં પણ દેવભૂમિ દ્વારકામાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ ફરી અનેક જગ્યાએ લોકો દ્વારા દબાણો કરવામાં આવ્યા હતા. તંત્રને આ વિશે જાણ થતાં જ ફરીથી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button