પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉત્સાહભેર ચાલી રહેલા મહાકુંભ મેળામાં(Mahakumbh 2025)લાગેલી આગથી નાસભાગ મચી હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી. તેમજ ફાયર બ્રિગેડની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. તમામ શ્રદ્ધાળુઓ સુરક્ષિત છે. જ્યારે મળતી માહિતી મુજબમાં આ આગમાં 200 થી વધુ ટેન્ટ બળીને ખાખ થયા છે.
સીએમ યોગીએ પણ સ્થળનું નિરીક્ષણ કર્યું
મહાકુંભમેળામાં આગના સમાચાર બાદ વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. જ્યારે આ દુર્ઘટનાની માહિતી મળતાં જ મેળાના અધિકારી સહિત ઘણા ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા. સીએમ યોગીએ પણ સ્થળનું નિરીક્ષણ કર્યું છે હતું. તેમજ અધિકારીઓને જરૂરી દિશા -નિર્દેશ પણ આપ્યા હતા. જેમાં શાસ્ત્રી બ્રિજ અને રેલવે બ્રિજ વચ્ચે ગીતા પ્રેસ કેમ્પમાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ આ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો.
Also read: Breaking News : Mahakumbh મેળા વિસ્તારમાં લાગી આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
સેક્ટર 19માં સિલિન્ડર ફાટ્યા હતા
મહાકુંભ મેળા વિસ્તારમાં લાગેલી આગ અંગે પ્રયાગરાજના એડીજી ભાનુ ભાસ્કરે કહ્યું કે મહાકુંભ મેળાના સેક્ટર 19માં બે થીત્રણ સિલિન્ડર ફાટ્યા હતા. જેના કારણે શિબિરોમાં આગ લાગી હતી. હાલ આગને કાબુમાં લેવામાં આવી છે.
નવા તંબુ પૂરા પાડવાની વ્યવસ્થા
આ ઉપરાંત મહાકુંભ મેળા વિસ્તારમાં રહેલા યુપીના ઉર્જા મંત્રી એકે શર્મા પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને ગીતા પ્રેસના લોકોને મળ્યા હતા. આગ લાગતાની સાથે જ સેક્ટર 19 અને આસપાસના વિસ્તારોમાં વીજળી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. તેમજ હવે વીજળી ફરીથી પૂર્વવત કરવામાં આવી રહી છે. તેમજ નવા તંબુ પૂરા પાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.