આમચી મુંબઈ

ખરાબ છબી ધરાવતા લોકોનું NCPમાં કોઈ સ્થાન નથી: અજિત પવાર

શિરડી: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે રવિવારે કહ્યું હતું કે જાહેર જીવનમાં ખરાબ છબી ધરાવતા કોઈપણ વ્યક્તિનું તેમના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં કોઈ સ્થાન નથી. પવારે કહ્યું હતું કે, જે લોકો ખોટું કરશે તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવશે. ‘એનસીપીના કાર્યકર્તાઓનો આધાર ગામડાઓ અને દરેક ખૂણામાં બનાવવો જોઈએ. દરેક વ્યક્તિએ સંકલનમાં કામ કરવું જોઈએ,’ એમ તેમણે શિરડીમાં એનસીપીના સંમેલનમાં પોતાના સમાપન સંબોધનમાં કહ્યું હતું. ‘વિધાનસભા ચૂંટણીઓ પછી આપણી જવાબદારી વધી ગઈ છે. આગામી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડવામાં રસ ધરાવતા લોકોએ પચીસ ઘરોના સમૂહમાંથી મતદાન સુનિશ્ર્ચિત કરવા માટે જવાબદાર કાર્યકરો પસંદ કરવા જોઈએ. જો પચીસ ઘરોમાંથી દરેકમાંથી (એનસીપી માટે) ચાર મત પડે, તો આપણને 100 મત મળશે,’ એમ પવારે કહ્યું હતું.

Also read: ‘મને મત આપ્યો એટલે તમે મારા બોસ નથી બની ગયા..’ બારામતીના મતદારો પર અજિત પવાર થયા નારાજ

તેમણે એનસીપીના કાર્યકરોને યુવાનો, ડોકટરો, ઇજનેરો અને વકીલોને સામેલ કરવા અપીલ કરી. પવારે કહ્યું હતું કે એનસીપીમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે, પરંતુ પાર્ટીએ એક રહેવું જોઈએ અને તેની છબીને અસર ન થવી જોઈએ.
‘જનતાના મનમાં ખરાબ છબી ધરાવતી વ્યક્તિનું પાર્ટીમાં કોઈ સ્થાન નથી. કોઈ ગેરવર્તણૂંક ન થવી જોઈએ. જે લોકો ખોટું કરે છે તેમને હાંકી કાઢવામાં આવશે,’ એમ તેમણે કહ્યું હતું.

‘દરેક પ્રધાનના કાર્યાલયમાં તબીબી સહાય સેલ હશે. અમે એક અરજી તૈયાર કરી રહ્યા છીએ. આવતા મહિને દરેક જિલ્લામાં આરોગ્ય રાજદૂતોની નિમણૂક કરવામાં આવે. અમે વચનોને અમલમાં મૂકવા માટે એક સેલ પણ બનાવીશું જે એનસીપી અને પ્રધાનોના કાર્યાલયોમાંથી કાર્ય કરશે,’ એમ તેમણે ઉમેર્યું હતું. પવારે કહ્યું કે એનસીપી ગણેશ ઉત્સવ સુધીમાં દરેક મતવિસ્તારમાં ઓછામાં ઓછું એક ચૂંટણી વચન પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button