આમચી મુંબઈ

ATS Active: ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ સામે પોલીસ સખત, 15 દિવસમાં 90 પકડાયા

મુંબઈ: બાંગ્લાદેશમાં વધી રહેલી રાજકીય અસ્થિરતા અને ત્યાંના હિન્દુઓ પર વધી રહેલા હુમલાઓના પ્રતિભાવમાં મુંબઈમાં ગેરકાયદે ઘૂસી રહેલા બાંગ્લાદેશી વસાહતીઓ સામે પોલીસ કડક હાથે કામ લઈ રહી છે.

ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી વધી રહી હોવાથી મુંબઈ પોલીસ અને એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS)એ શહેરના વિવિધ ભાગોમાં મોટી સંખ્યામાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. સત્તાવાર અહેવાલ અનુસાર મુંબઈ પોલીસે જાન્યુઆરી 2025ના પહેલા 15 દિવસમાં લગભગ 90 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી અને 60 કેસ નોંધ્યા હતા. 1994થી મુંબઈમાં રહેતા મોહમ્મદ ઇદ્રીસ શેખ ઉર્ફે જોશીમુદ્દીન બિશુ દિવાનની ચર્ની રોડથી થયેલી ધરપકડને પગલે ભારતમાં ગેરકાયદેસર પ્રવેશની સુવિધા આપતા એજન્ટોને કરવામાં આવતી ચુકવણીની વિગતો દર્શાવતો ‘રેટ ચાર્ટ’ મળી આવ્યો છે.

Also read: મુંબઇમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ લાગ્યા પોસ્ટર

તપાસમાં બાંગ્લાદેશથી લઈને ભારતના વિવિધ રાજ્યોમાં કાર્યરત એજન્ટનું એક વ્યાપક નેટવર્ક બહાર આવ્યું છે. ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ મેળવવાનો, બનાવટી ઓળખ મેળવવાનો અને રોજગારી શોધવાનો ખર્ચ માત્ર 25 હજાર રૂપિયા હતો. તપાસમાં એ બાબત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે ઘૂસણખોરી માટે પસંદ કરવામાં આવેલા માર્ગ કેટલો જોખમી છે એના આધારે એજન્ટ દ્વારા લેવામાં આવતી ફીનો આંકડો નક્કી થતો હતો. .

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button