નેશનલ

PM મોદીનો ભત્રીજો દોસ્તો સાથે પહોંચ્યો પ્રગાયરાજ, ભજનો ગાતો Video Viral

પ્રયાગરાજઃ વિશ્વનો સૌથી મોટો મહાકુંભ મેળો હાલ ચર્ચામાં છે ત્યારે આ કુંભમેળામાં એજ્યુકેટેડ એવા ત્રણ યુવાનોનો ભક્તિ સંગીત ગાતો વીડિયો વાયરલ જોવા મળ્યો છે. આ યુવાનો અને તેમના ભક્તિમાંલીન થઈને ગાતા ભજનો અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ યુવાનો પૈકી એક વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સગો ભત્રીજો સચિન મોદી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સગા ભત્રીજા સચિન પંકજભાઈ મોદી પ્રયાગરાજના મહાકુંભમાં કબીરના ભજનો ગાતા જોવા મળી રહ્યા છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે વડા પ્રધાનના ભત્રીજો હોવા છતાં એક સામાન્ય વ્યક્તિના માફક કુંભમાં પહોંચીને પોતાના દોસ્તો સાથે ભક્તિ કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયા પછી લોકોએ તેની સાદગીની પણ નોંધ લીધી હતી.

ગુજરાતમાંથી લાખો શ્રદ્ધાળુઓ ભાવિક ભક્તો પ્રયાગરાજ તરફ યાત્રા કરી રહ્યા છે, મહા કુંભનો લાભ લઇ રહ્યા છે, ત્યારે વડા પ્રધાનના યુવાન ભત્રીજા સચિન મોદી પણ તેમાંથી બાકાત નથી. સચિન મોદી તેમના બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રો સાથે મહાકુંભમાં પહોંચ્યા છે અને ભક્તિમય વાતાવરણમાં ભજનો લલકારતા જોવા મળ્યા હતા. વડા પ્રધાનના સગા ભત્રીજા હોવા છતાં શાહી સ્નાન વખતે સચિન મોદી કુંભમેળામાં સામાન્ય ભક્તની જેમ જ ભક્તિમાં તલ્લીન જોવા મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સચિન મોદી ‘શ્રીરામ સખા મંડળ’ નામના એક ભક્ત મંડળમાં સક્રિય છે.

Also read: મહાકુંભ મેળામાંથી ઘરે આવીને કરજો આટલું કામ, થશે સૌભાગ્યમાં વૃદ્ધિ

આ મંડળમાં ડોક્ટર, ચાર્ટડ એકાઉન્ટન્ટ, એન્જિનિયર જેવા ટેકનોક્રેટ લોકો સામેલ છે. આ મંડળ અમદાવાદ ગાંધીનગરના વિવિધ કાફેટેરિયામાં જઈને દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરે છે જેને પગલે અનેક યુવાનો આ મંડળમાં જોડાયા છે, જે સૌથી મોટી સિદ્ધિ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button