Nita Ambani-Mukesh Ambaniના લગ્ન ફોટો થઈ રહ્યા છે વાઈરલ, જોઈ લો બંનેનો અંદાજ…
અંબાણી પરિવાર (Ambani Family)ની ગણતરી દુનિયાના સૌથી ધનવાન પરિવારોમાં કરવામાં આવે છે. મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Ambani)ની લક્ઝુરિયરસ લાઈફસ્ટાઈલનો અંદાજો તો પરિવાર દ્વારા યોજાયા વિવિધ કાર્યક્રમો અને લગ્નસમારંભોને જોતા જ આવે છે.
અંબાણી પરિવારના ઈવેન્ટ્સમાં બોલૂવીડ જ નહીં પણ મોટા મોટા હોલીવૂડ સ્ટાર્સ હાજરી આપે છે. 2024માં અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના લગ્ન યોજાયા હતા, જેમાં હોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. હજારો કરોડો રૂપિયાનો ખર્ચો આ લગ્ન કરવામાં આવ્યો હતો. અહીંયા તમારી જાણ માટે કે અંબાણી પિરવાર હાલમાં મુંબઈ ખાતે આવેલા 27 માળના એન્ટિલિયામાં રહે છે અને આ ઘરની ગણતરી મુંબઈ જ નહીં પણ દેશના મોંઘા ઘરોમાં કરવામાં આવે છે.
આ પણ વાંચો: Isha Ambani નહીં પણ અંબાણી પરિવારની આ મહિલા છે Mukesh Ambaniનું લકી ચાર્મ…
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સંતાનોના ઈશા, આકાશ અને અનંતના લગ્નના લાર્જર ધેન લાઈફ વેડિંગ્સની એક ઝલક તો જોઈ જ છે, પરંતુ શું તમને ખબર છે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્ન કેવી રીતે થયા હતા? આ લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ ફોટો જોઈને તમે પણ ચોંકી ઉઠશો-
તમારી જાણ માટે કે જ્યારે નીતા અંબાણી અને મુકેશ અંબાણીના જ્યારે લગ્ન થયા ત્યારે નીતા અંબાણી નીતા દલાલ હતા અને જ્યારે બંનેના લગ્ન થયા ત્યારે અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારોમાં નહોતી થતી. નીતા અંબાણી-મુકેશ અંબાણીના લગ્ન 1984માં થયા હતા.
નીતા અંબાણીનો જન્મ ગુજરાતના મૂળ જામનગરના એક મિડલ ક્લાસ પરિવારમાં થયો હતો, જે મુંબઈમાં રહેતો હતો. નીતા દલાલના પિતાનું નામ રવિન્દ્રભાઈ દલાલ અને માતા પૂર્ણિમા દલાલ છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં નીતા અંબાણી અને મુકેશ અંબાણીના લગ્નના ફોટો જોઈને ખ્યાલ આવે છે બંનેના લગ્ન ખૂબ જ સાદાઈથી કરવામાં આવ્યા હતા.
મળતી જાણકારી અનુસાર મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીએ નીતા દલાલનો એક ડાન્સ પર્ફોર્મન્સ જોઈને જ તેને પોતાની વહુ બનાવવાનો નિર્ધાર કરી લીધો હતો. બાદમાં સાદાઈથી મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્ન કરવામાં આવ્યા હતા અને આજે બંનેની ગણતરી દુનિયાના પાવરફૂલ કપલમાં કરવામાં આવે છે.