Viral Video: સાવકી માતા Kareena Kapoor-Khanને જોતા જ Sara Ali Khanએ કર્યું કંઈક એવું કે…
બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાન પર ગુરુવારની મોડી રાતે બાંદ્રા ખાતે આવેલા ઘરે જીવલેણ હુમલો થયો હતો. હુમલા બાદ સૈફ અલી ખાન હાલમાં લીલાવતી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. સૈફનો આખો પરિવાર તેની ખબર પૂછવા માટે હોસ્પિટલની વિઝીટ લેતો જ રહે છે.
દરમિયાન શનિવારે સાંજે સૈફની દીકરી સારા અલી ખાન, પત્ની કરિના કપૂર અને સાળી કરિશ્મા કપૂર લીલાવતી ખાતે સ્પોટ થયા હતા. સાવકી માતા કરિનાને જોતા જ સારાએ આપેલા રિએક્શનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ કે આખરે સારાએ એશું કર્યું એ-
આપણ વાંચો: સૈફ અલી ખાન પર થયેલાં હુમલા અંગે Rakhi Sawantએ આપી પ્રતિક્રિયા, કહ્યું આટલા પૈસા…
ઈન્સ્ટાગ્રામ પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સારા અલી ખાન, કરિશ્મા કપૂર અને કરિના કપૂર હોસ્પિટલમાંથી બહાર આવી રહી છે અને જતાં પહેલાં સારા અલી ખાને સાવકી માતા કરિના કપૂર-ખાનને ગળે મળે છે અને બાય બાય કહે છે. કરિના સાથે સાથે સારા કરિશ્મા કપૂરને પણ ગળે મળે છે. જોકે, શનિવારે જ કરિના કપૂર પોલીસ સિક્યોરિટીની વચ્ચે સૈફ અલી ખાનને મળવા પહોંચી હતી.
સોશિયલ મીડિયા પર સારા અલી ખાન અને કરિનાનો આ વાઈરલ થઈ રહેલો વીડિયો નેટિઝન્સનું દિલ જિતી રહ્યો છે. નેટિઝન્સ સારાના વખાણ કરતા નથી થાકી રહ્યા. કરિના, કરિશ્મા અને સારા સિવાય સૈફની બહેન સોહા અલી ખાન અને તેનો પતિ કુણાલ ખેમુ પણ સૈફ અલી ખાનને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. સૈફ સાથે ટાઈમ સ્પેન્ટ કરીને સોહા અને કુણાલ દીકરી ઈનાયા અને નૌમી ખેમુ સાથે હોસ્પિટલમાંથી બહાર આવતા જોવા મળ્યા હતા.
આપણ વાંચો: સૈફ અલી ખાન પર છરીનો હુમલો: સરકાર, પોલીસે ઝડપથી કાર્યવાહી કરી; મુંબઈ સૌથી સુરક્ષિત શહેર: બાવનકુળે
રવિવારે સૈફ અલી ખાનના ત્રીજા નંબરનો દીકરો તૈમુર અલી ખાન અને જહાંગીર અલી ખાન પણ સૈફને કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મળવા માટે લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાન પર ગુરુવારે બાંદ્રા ખાતે આવેલા ઘરે અજાણ્યા લોકોએ ઘૂસીને ચાકુથી જીવલેણ હુમલો કર્યો હતો. પાંચ કલાકની સર્જરી બાદ હાલમાં સૈફની તબિયત સુધારા પર છે અને તેને ટૂંક સમયમાં જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે, એવી માહિતી પણ સામે આવી રહી છે.