મનોરંજન

કંગનાની ફિલ્મ બીજા દિવસે પણ ન ચાલી, આઝાદના પણ બુરા હાલ…

ઘણા વિવાદોમાં ફસાયા બાદ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સી શુક્રવારે રિલિઝ થઈ, પરંતુ બે દિવસમાં ફિલ્મ ખાસ કોઈ કમાણી કરી શકી નથી.

આ પણ વાંચો : 140 કરોડના દેશને સુધારવાનો ઠેકો માત્ર ફિલ્મોએ નથી લીધોઃ જયદીપ કેમ ગુસ્સે ભરાયો

સાંસદ બન્યા પછી પહેલીવાર સ્ક્રીન જોવા મળેલી અભિનેત્રીની ફિલ્મ પોલિટિકલ ડ્રામા છે અને ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી પર આધારિત છે, પરંતુ ફિલ્મ થિયેટરોમાં પ્રેક્ષકોની સંખ્યા ઓછી જોવા મળી રહી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ જ ધીમી શરૂઆત કરી છે. શુક્રવાર કરતા શનિવારે રજાના દિવસનો લાભ ફિલ્મને ખાસ મળ્યો નથી.

17 જાન્યુઆરીએ થીએટરમાં રિલીઝ થયેલી ફિલ્મ ઇમરજન્સીએ શનિવારે 3.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ છે. ફિલ્મે પહેલા દિવસની સરખામણીએ બીજા દિવસે થોડી સારી કમાણી કરી છે, પરંતુ જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો નથી.
ઇમરજન્સીએ (emergency) તેની રિલીઝના પહેલા દિવસે 2.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

પહેલા દિવસના કલેક્શન સહિત ફિલ્મે બે દિવસમાં માત્ર 6 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. હવે જોવાનું એ રહે છે કે રવિવારની રજામાં ફિલ્મ કેટલુ કલેક્શન કરશે.

મીડિયાના એહવાલ અનુસાર, ફિલ્મનું બજેટ અંદાજે 60 કરોડ રૂપિયા છે. કંગનાની આ ફિલ્મ બજેટનો ખર્ચ કાઢી શકે તેમ લાગતું નથી.

આ પણ વાંચો : મહાકુંભમાં ભક્તિમાં લીન જોવા મળી બોલિવૂડ અભિનેત્રી, વીડિયો વાયરલ

આઝાદને પણ પ્રેક્ષકોએ આઝાદ કરી દીધી

કંગના રનૌતની ઈમરજન્સી રિલિઝ થઈ અને અજય દેવગણ તેમ જ રાશા થડાની અને અમન દેવગણની આઝાદ રિલિઝ થઈ. કંગનાની જેમ અજયે પણ પ્રેક્ષકોને નારાજ કર્યા છે અને ફિલ્મ થિયેટરમાંથી વહેલી તકે આઝાદ થઈ જાય તેવું પ્રેક્ષકો ઈચ્છી રહ્યા છે. ફિલ્મે પહેલા અને બીજા દિવસે દોઢેક કરોડની કમાણી કરી છે. ફિલ્મના ગીતોએ સારો ક્રેઝ જગાડ્યો હતો અને બન્ને ડેબ્યુટન્ટ પાસેથી સારી ફિલ્મની અપેક્ષા હતી, પરંતુ કંઈ થયું નહીં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button