મનુ ભાકરના પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો ડુંગર, મામા-નાનીનું અકસ્માતમાં થયું મૃત્યુ…
નવી દિલ્હીઃ ભારતીય શૂટર મનુ ભાકરના પરિવાર પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો હતો. તેની નાની અને મામાનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. હરિયાણાના મહેન્દ્રગઢ બાયપાસ રોડ પર સ્કૂટી તથા બ્રેઝા કારની ટક્કર થઈ હતી. જેમાં મનુ ભાકરના મામા અને નાનીનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. દુર્ઘટના બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : EPFO ના સભ્યો માટે ખુશખબર, હવે જાતે જ ટ્રાન્સફર કરી શકાશે પીએફ એકાઉન્ટ…
કેવી રીતે બની ઘટના
ભારતીય શૂટર મનુ ભાકરના મામા અને નાની સ્કૂટી લઈને આજે સવારે 9 કલાક આસપાસ ચરખી દાદરીમાં મહેન્દ્રગઢ બાયપાસ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ધસમસતી આવેલી કારે ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને ઉછળીને રોડ પર પટકાયા હતા અને સ્થળ પર જ મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો. બે દિવસ પહેલા મનુ ભાકરને રાષ્ટ્રપતિ ખેલ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Arvind Kejriwal પર ચૂંટણી પ્રચાર દરમ્યાન હુમલો, ભાજપ નેતા પર લગાવ્યો આરોપ
ઉલ્લેખનીય છે કે મનુ ભાકર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 20 લાખ જેટલા ફોલોઅર્સ છે. મનુ ભાકરે એક ઓલિમ્પિકમાં 2 મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.