નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળનારો આ ટેણિયો કોણ છે?
રત્નાગિરીઃ ગયા અઠવાડિયે જ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ રત્નાગિરી જિલ્લાના મંડણગઢની મુલાકાત ગયા હતા અન એ સમયે તેમણે મંડણગઢની ભાજપ ઓફિસની મુલાકાત લીધી હતી. ભાજપ ઓફિસ પહોંચતા જ એક નાનકડાં ટેણિયાએ ગુલાબનું ફૂલ આપીને ફડણવીસનું સ્વાગત કર્યું હતું અને આ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુદ દેવેન્દ્ર ફડણવીસે અને ભાજપના સ્થાનિક કાર્યકર્તાએ પણ પોસ્ટ કર્યો હતો.
ભાજપના કાર્યકર્તા શિવાંશ પાટિલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરેલી પોસ્ટમાં જણાવ્યું છે કે છેલ્લાં બે દિવસથી હું નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મંડણગઢ ખાતે આવવાના હોવાથી તૈયારીઓમાં વ્યસ્ત હતો જેને કારણે મને ઘરે પહોંચવામાં મોડું થતું હતું. મારા દીકરાએ મને પૂછ્યું કે પપ્પા તને ઘરે આવતા કેમ મોડું થાય છે. એટલે મેં એને કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ મંડણગઢ આવવાના છે. બસ પછી તો પૂછવું શું? તેણે મારી પાસે દેવેન્દ્ર ફડણવીસને મળવાની જિદ્દ કરવા લાગી.
રાતના ઉંઘમાં પણ તે ફડણવીસકાકાને મળવું છે… ફડણવીસકાકાને મળવું છે એવું બોલી રહ્યો હતો. સવારે ઉઠીને તેણે યાદથી તેની પાસે એક નાનકડું પુષ્પગુચ્છ ખરીદીને રાખ્યું હતું. દેવેન્દ્ર ફડણવીસને આવવામાં થોડું મોડું થયું. હકડેઠઠ ભીડ અને પારાવાર ગરમી હોવા છતાં વેદાંતે કોઈ પણ સંજોગોમાં ફડણવીસ કાકાને તો મળવું જ છે એવી જિદ પકડી રાખી હતી અને તે વારંવાર પૂછી રહ્યો હતો કે ફડણવીસ કાકા ક્યારે આવશે? એવું પૂછી રહ્યો હતો, એવું કાર્યકર્તા શિવાંશ પાટિલે પોસ્ટમાં લખ્યું હતું.
આખરે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કાર્યક્રમના સ્થળે આવ્યા અને કાર્યક્રમ પૂરો થતાં તે પોતાની ગાડીમાં બેસવા જઈ રહ્યા હતા ત્યારે તેણે દેવેન્દ્ર ફડણવીસે પકડી પાડ્યા અને તેમને મળવા ગયો હતો. વેદાંતે ખૂબ પ્રેમથી તેમને ફૂલ આપ્યું અને સામે પક્ષે દેવેન્દ્ર ફડણવીસે પણ આ ફૂલ ખૂબ જ પ્રેમથી સ્વીકાર્યો હતો.
દરમિયાન શિવાંશ પાટિલની આ પોસ્ટને દેવેન્દ્ર ફડણવીસે પણ રિપોસ્ટ કરી હતી અને વેદાંતને શુભેચ્છા આપી હતી. વેદાંતની આ સાંભળીને દેવેન્દ્ર ફડણવીસનું મન પણ ભરાઈ આવ્યું હતું કે વેદાંતના પ્રેમ માટે ખૂબ ખૂબ ધન્યવાદ… તેમણે વીડિયો પણ શેર કર્યો છે.