વલસાડમાં દંપતીમાં થયો ડખો, પત્નીએ સમોસામાં ઝેર ભેળવ્યું ને પછી…
વલસાડઃ અબ્રામા ખાતે સાંઈ લીલા મોલ પાછળ સરદાર ચાલીમાં રહેતા એક દંપતીમાં પૈસા ટ્રાન્સફર કરવા મુદ્દે ડખો થયો હતો. જેના કારણે પત્નીએ સમોસામાં ઝેર ભેળવીને પોતે ખાધું હતું અને સંતાનોને પણ ઝેરી સમોસા ખવરાવ્યા હતા. ઘટનામાં પત્નીનું મોત થયું હતું, જ્યારે બે બાળકોને સારવાર મળી જતાં જીવ બચી ગયો હતો.
આ પણ વાંચો : Surat ના પાંડેસરામાંથી ત્યજેલું નવજાત મળ્યું, પોલીસે તપાસ શરૂ કરી…
વલસાડના અબ્રામાં ખાતે સાંઈ લીલા મોલ પાછળ સરદાર ચાલીમાં ગુરૂદીપ સિંહ ભટ્ટી પોતાની 35 વર્ષીય પત્ની સતવીર કૌર અને બે બાળકો અ સાથે રહેતાં હતા. આ પંજાબી દંપત્તિ મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. આ દરમિયાન ગુરદીપસિંહના યુપીઆઈમાંથી એકાએક 4620 રૂપિયા અન્ય કોઈના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હતાં. જેની જાણ પત્નીને થતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાના કારણે પત્નીએ સમોસામાં ઝેર ભેળવીને પોતાનું અને બાળકોનું જીવન ટૂંકાવવાનું નક્કી કર્યું હતું.
દંપતીના ઝઘડા બાદ પત્નીએ રાત્રે સમોસા લાવીને ખાધાં. બાદમાં વધેલાં સમસોને ફરી ગરમ કરીને બીજા દિવસે ખાધાં હતાં. સમોસા ખાધાં બાદ પત્ની અને બંને બાળકોને છાતીમાં દુખાવો થતાં તાત્કાલિક હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જેમાં સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હતું. પોલીસે બાળકોની પૂછપરછ કરતાં સાચી માહિતી સામે આવી હતી.
આ પણ વાંચો : Gujarat યુનિવર્સિટીના પ્રોફેસરની 4.09 કરોડની ઉચાપત મુદ્દે ધરપકડ…
મૃત મહિલાની દીકરીએ જણાવ્યું કે, મારી મમ્મીએ બે સમોસા ખાધા હતાં, જ્યારે મને અને મારા ભાઈને સમોસું ખાતાં સ્વાદ અજીબ લાગતાં અમે અડધું જ સમોસું ખાધું હતું. આ પહેલા પરિવારની તબિયત લથડતાં વાસી સમોસાના કારણે ફૂડ પોઇઝનિંગ થયું હોવાની વાત સામે આવી હતી. જોકે હકીકત સામે આવતા પતિ સહિત પરિવારજનો ચોંકી ગયા હતા.