આમચી મુંબઈ

Coldplay ના કોન્સર્ટ દરમિયાન Bumrah બોલિંગ કરવા આવ્યો! ક્રિસ માર્ટિને શો અટકાવ્યો…

મુંબઈ: ગઈ કાલે શનિવારે રાત્રે નવી મુંબઈના ડી વાય પાટીલ સ્ટેડીયમમાં બ્રિટીશ રોકબેન્ડ કોલ્ડપ્લેનો પ્રથમ કોન્સર્ટ (Coldplay Mumbai Concert) યોજાયો, આ કોન્સર્ટ માટે હજારો ચાહકો ઉમટ્યા હતાં. કોન્સર્ટ દરમિયાન જાણવા મળ્યું કે બેન્ડનો સિંગર ક્રિસ માર્ટિન ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો ફેન (Chris Martin is fan of Jasprit Bumrah) છે. ક્રિસ માર્ટિને અચાનક ગાવાનું બંધ કર્યું અને કહ્યું કે જસપ્રીત બુમરાહ બોલિંગ કરવા આવ્યો છે, મારે શો ઝડપથી ખતમ કરવો પડશે.

આ પણ વાંચો : કોલ્ડપ્લેની તારીખો નજીક આવી તો કાળાબજારીયા પણ થયા એક્ટિવ, જોકે પોલીસે…

ક્રિસ માર્ટિન સ્ટેજ પર ‘અ સ્કાય ફુલ ઓફ સ્ટાર્સ’ ગાઈ રહ્યો હતો, મેદાનમાં હાજર હજારો ચાહકો ઝૂમી રહ્યા હતાં. અચાનક ગાવાનું બંધ કરીને માર્ટીને કહ્યું કે શો ઝડપથી પૂરો કરવો પડશે કારણ કે બુમરાહ આવીને તેની સાથે ક્રિકેટ રમવા ઈચ્છે છે. માર્ટિનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે ક્રિકેટ ચાહકોને ખુબ પસંદ પડી રહ્યો છે.

બુમરાહ કહે છે મારે બોલિંગ કરવી છે!

માર્ટીને સ્ટેજ પરથી કહ્યું, ‘વેઇટ વેઇટ વેઇટ, આપણે શો ઝડપથી ખતમ કરવો પડશે કારણ કે જસપ્રીત બુમરાહ બેકસ્ટેજ પર આવીને ક્રિકેટ રમવા ઈચ્છે છે. બુમરાહ કહે છે તેણે મારી સામે બોલિંગ કરવી છે.”

આ સાંભળીને ચાહકો ઉત્સાહમાં આવી ગયા કારણ કે તેમને લાગ્યું કે બુમરાહ સ્ટેજ પર આવશે, પરંતુ આવું એવું કશું ના બન્યું કારણ કે માર્ટિન માત્ર મજાક કરી રહ્યો હતો.

આ પણ વાંચો : Coldplay કોન્સર્ટને લઈ અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, અહીંથી કરી શકાશે બુકિંગ

ઓસ્ટ્રેલીયા પ્રવાસની છેલી ટેસ્ટ મેચ દરમિયાન બુમરાહને પીઠમાં ઈજા થઇ હતી, જેની સારવાર ચાલી રહી છે. જોકે, તેનું નામ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button