ઈઝરાયલની એર સ્ટ્રાઈકમાં હમાસનો ચીફ કમાન્ડર હણાયો
ગાઝા પટ્ટીઃ હમાસના હુમલા પછી ઈઝરાયલ નિરંતર હુમલા કરી રહ્યું છે, જેમાં તાજેતરમાં એર સ્ટ્રાઈકમાં હમાસના ચીફ કમાન્ડરને મારી નાખવામાં આવ્યો છે, એમ ઈઝરાયલ એર ફોર્સે જણાવ્યું છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે જણાવ્યું હતું કે આ હવાઈ હુમલામાં ચીફ કમાન્ડર બિલાલ અલ કેદરાને મારી નાખવામાં આવ્યો છે. અલ કેદરાને મારવાનો દાવો કરતા ડિફેન્સ ફોર્સે એક વીડિયો શેર કર્યો છે. ઈઝરાયલી ઈન્ટેલિજન્સે જણાવ્યું છે કે બિલાલ અલ કેદરાને ગાઝા પટ્ટીના દક્ષિણમાં ખાન યુનિસ શહેરમાં છુપાયેલો હતો, જે નુખબા બલનો કમાન્ડર હતો.
આર્મીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે હુમલામાં અલ-કેદરાની સાથે હમાસ અને ઈસ્લામિક જેહાદના આતંકવાદીઓ માર્યા ગયા છે. ઈઝરાયલ આર્મીએ હમાસના ઓપરેશનલ કમાન્ડ સેન્ટર અને આર્મી પરિસરને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં જાયતુન, ખાન યુનિસ પશ્ચિમી જબાલિયામાં 100થી વધુ આર્મી જગ્યાએ હુમલા કર્યા હતા. હવાઈ હુમલામાં મિસાઈલ લોન્ચ પૈડ અને ઓબ્ઝર્વેશન પોઈન્ટને નષ્ટ કરવામાં આવ્યા છે.
ગયા અઠવાડિયા દરમિયાન ઈઝરાયલ પર જમીન-સમુદ્ર-હવાઈ હુમલામાં હમાસના આતંકવાદીઓ પર મોટર સંચાલિત ગ્લાઈડર, શિપ અને લશ્કરીદળ દ્વારા દેશમાં ઘૂસણખોરી કરી છે. ગાઝા સરહદ નજીકના વિસ્તારમાં જોરદાર નરસંહાર કર્યો છે, જ્યારે હુમલાથી બચવા માટે લોકો સુરક્ષિત જગ્યાએ પણ છુપાઈ જઈ રહ્યા છે. 2005માં પેલેસ્ટિનિયન પ્રદેશોમાંથી અમેરિકાના એકપક્ષીય પીછેહઠ બાદ હમાસ ગાઝામાં સત્તામાં આવી હતી.
ઈઝરાયલના અધિકારીના જણાવ્યા મુજબ હમાસના હુમલામાં અહીંના વિસ્તારોમાં અનેક લોકો માર્યા ગયા છે. શનિવારે ગાઝા સિટી પરના એક હવાઈ હુમલામાં એક ટોચના આર્મીના કમાન્ડરનું મોત થયું હતું. ઈસ્લામી જૂથના એર સ્ટ્રાઈક અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા હતા. હમાસના એક ઓપરેશનલ સેન્ટર પરના હુમલામાં અબુ મુરાદનું મોત થયું હતું, જ્યારે અત્યારે વધુ એક કમાન્ડરનું મોત થવાથી હમાસ હરકતમાં આવી ગયું છે.