અમેરિકમાં ટિકટૉકના પાટિયા પડ્યા, 13 કરોડ યૂઝર્સને લાગ્યો મોટો ઝટકો…
વોશિંગ્ટનઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટૉકને લઇ અમેરિકાથી મોટા સમાચાર સામે આવ્યા છે. કંપની પર અમેરિકામાં પણ પ્રતિબંધ લાગુ થઈ ગયો છે. ભારત બાદ અમેરિકામાં પણ આ એપ પર પ્રતિબંધ લગાવવાથી સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયાઓ આવી રહી છે.
આ પણ વાંચો : Russia Ukraine War: રશિયન સેનામાં ફરજ બજાવતા ભારતના 12 નાગરિકોના મોત, 16 ગુમ
શનિવારે ટિકટૉકે યૂઝર્સને એપ ઓપન કરતી વખતે પૉપ એપ મેસેજ મોકલ્યો હતો. જેમાં લખ્યું હતું- ટિકટૉકનું મહત્ત્વપૂર્ણ અપડેટ, અમેરિકન કાનૂન અંતર્ગત ટિકટૉકે અસ્થાયી રીતે તેમની સેવાઓ બંધ કરવી પડશે. જોકે કંપનીએ કહ્યું કે, તે ટૂંક સમયાં જ તેમની સર્વિસ ફરી શરૂ કરવા માટે પણ કામ કરી રહી છે.
અમેરિકાની સુપ્રીમ કોર્ટે શુક્રવારે ટિકટૉક પર પ્રતિંબંધ લગાવવાની કૉંગ્રેસની વાતને મંજૂરી આપી હતી. ટિકટૉક અમેરિકામાં જ્યાં સુધી તેમની સંપત્તિ નહીં વહેંચે ત્યાં સુધી પ્રભાવી રહેશે. વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડેને આ પ્રતિબંધને લાગુ કરવાનો ઇનકાર કર્યો છે. પરંતુ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેને લાગુ કરવાનો સંકેત આપ્યો છે.
ટિકટૉકે તેના કર્મચારીઓને એક સંદેશ મોકલ્યો છે. જેમાં કહ્યું- આ ન માત્ર અમારા કર્મચારીઓ પરંતુ યુઝર્સ માટે પણ નિરાશાજનક છે. જોકે અમને ખુશી છે કે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ ટિકટૉક ફરીથી શરૂ કરવાના સમાધાન પર કામ કરવાનું આશ્વાસન આપ્યું છે. અમેરિકાના અધિકારીએ ટિકટૉક પર રાષ્ટ્રીય સુરક્ષાને લઈ ચિંતા વ્યક્ત કરી હતી.
ટિકટૉકની પેરેંટ કંપની ByteDance પર ચીનની સરકારનો પ્રભાવ છે. જોકે ટિકટૉકે સ્પષ્ટ કર્યુ કે ByteDanceના 60 ટકા હિસ્સા પર વૈશ્વિક સંસ્થાગત રોકાણકારોની માલિકી છે, જ્યારે 20 ટકા હિસ્સો કંપનીના સંસ્થાપકો અને 20 ટકા કર્મચારીઓનો છે. 2024 સુધી ટિકટૉકના અમેરિકામાં 120.5 મિલિયન માસિક એક્ટિવ યૂઝર્સ છે.
આ પણ વાંચો : કેટ મિડલ્ટન કેન્સરથી સાજી થઈ, Cancerને કઈ રીતે કરશો Cancel…
અમેરિકામાં ટિકટૉક બંધ થવાથી લાખો યૂઝર્સ પર તેની અસર પડશે. આ પ્રતિબંધ અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલા રાજકીય અને સુરક્ષા વિવાદનો હિસ્સો છે. આગામી દિવસોમાં ટિકટૉક શું નવું સમાધાન લઈને આવે છે તેના પર નજર રહેશે.