નવી દિલ્હીઃ સરકારી અને ખાનગી ક્ષેત્રમાં કામ કરતાં વ્યક્તિઓ માટે કામના સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)એ તેના સભ્યો માટે નવી સુવિધા શરૂ કરી છે. જે મુજબ હવે સભ્યો નામ, જન્મતારીખ, લિંગ, વૈવાહિક સ્થિતિ અને સંગઠનમાં જોડાયા-છોડ્યાની તારીખ જેવી વ્યક્તિગત માહિતીને ઈપીએફઓની મંજૂરી વગર ઑનલાઇન અપડેટ કરી શકે છે. આ સુવિધા 18 જાન્યુઆરી, 2025થી લાગુ થઈ ગઈ છે અને ઈપીએફઓ પોર્ટલ પર ઉપલબ્ધ છે.
આ પણ વાંચો : Rahul Gandhi એ ફરી ઉઠાવ્યો જાતિગત વસ્તી ગણતરી અને અનામતનો મુદ્દો, બિહારના સર્વેને નકલી ગણાવ્યો…
સ્વયં ઈપીએફ એકાઉન્ટ ટ્રાન્સફર કરી શકશે
ઈપીએફઓ તેના સભ્યોને સરળતાથી સેવાઓનો લાભ મળી શકે તે માટે સમયાંતરે નિયમોમાં બદલાવ કરે છે. જે અંતર્ગત ટ્રાન્સફરના નિયમોમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. હવે કર્મચારીઓ આસાનાથી ખુદ ઈપીએફ એકાઉન્ટ ટ્રાન્સફર કરી શકશે. લેટેસ્ટ અપડેટ મુજબ, ઈપીએફઓમાં નોકરી બદલવા પર પીએફ ટ્રાન્સપર કરવાનું સરળ બનાવાયું છે. હવે નોકરી બદલવા પર સભ્યોને જૂના કે નવા એમ્પલૉયર દ્વારા પ્રોવિડેંટ ફંડ ટ્રાન્સફર કરવાનો નિયમ ખતમ કરી દેવામાં આવ્યો છે. જે સભ્યોને UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) 1 ઑક્ટોબર 2017 બાદ ફાળવવામાં આવ્યા છે અને આધાર સાથે લિંક હોય તેઓ સીધા પોર્ટલ પરથી જ જાણકારી અપડેટ કરી શકે છે.
ઈપીએફઓમાં કઈ ફરિયાદ આવે છે વધુ
કેન્દ્રી શ્રમ અને રોજગાર પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું, ઈપીએફઓના 10 કરોડથી વધારે લાભાર્થી છે. જ્યારે કોઈ સભ્યને ઈપીએફઓમાં તેમની જાણકારીમાં બદલાવ કરવાનો થતો હતો ત્યારે તેમને લાંબી પ્રોસેસમાંથી પસાર થવું પડતું હતું. પરંતુ હવે ઈપીએફઓમાં રિફોર્મ લાગુ કરવામાં આવ્યા છે. જે બાદ સભ્યો આસાનીથી કોઈપણ બાહ્ય વ્યક્તિની મદદ વગર સ્વયં તેમની માહિતી અપડેટ કરી શકશે. ઈપીએફઓ પાસે નામ તથા અન્ય જાણકારીમાં બદલાવ સાથે જોડાયેલી આશરે 8 લાખ ફરિયાદ આવી છે. આ બદલાવથી તમામ ફરિયાદકર્તાનું ટૂંક સમયમાં સમાધાન થઈ શકશે.
આ પણ વાંચો : HDFC Bankમાં છે તમારું ખાતું? તો તો આ સમાચાર તમારે જાણી લેવા જોઈએ, પછી કહેતા નહીં કે કીધું નહોતું…
આ ઉપરાંત તેમણે જણાવ્યું, સરકારે ઈપીએફઓ એકાઉન્ટ ટ્રાન્સફરને સરળ બનાવવા માટે પણ રિફોર્મ લાગુ કર્યા છે. હવે આસાનીથી સભ્યો માત્ર એક ઓટીપીની મદદથી ઈપીએફઓ એકાઉન્ટને એક સંસ્થાથી બીજી સંસ્થામાં ટ્રાન્સફર કરી શકશે. પહેલા આ માટે ઘણી લાંબી પ્રોસેસ કરવી પડતી હતી. આ મહિનાની શરૂઆતમાં ઈપીએફઓ દ્વારા જણાવાયું હતું કે, દેશભરમાં પોતાના પ્રાદેશીક કાર્યાલયોમાં સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ્સ સિસ્ટમ (સીપીપીએસ)નું રોલઆઉટ પૂરું કરી લીધું છે. તેનાથી 68 લાખથી વધુ પેન્શન મેળવતા લોકોને લાભ થશે.