Rajkot માં ઈન્સ્ટાગ્રામ પર જોઈ પેટ્રોલ બોમ્બ બનાવી ફેંકનાર આરોપીઓની ધરપકડ…
અમદાવાદઃ રાજકોટમાં(Rajkot)ઉત્તરાયણની મોડી રાત્રે ચાની હોટેલ પર પેટ્રોલ બોમ્બ ફેંકવાના બનાવમાં એક સગીર સહિત ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે ફરાર થયેલા એક આરોપીને પકડી લેવા માટે શોધખોળ હાથ ધરાઈ છે. હોટેલ ખાતે રૂપિયાની લેતીદેતી મુદ્દે થયેલી મારામારી બાદ મામલો વધુ બીચકતાં આરોપીએ ઈન્સ્ટાગ્રામની રીલ જોઈને તેના પરથી પેટ્રોલ બોમ્બ બનાવ્યો હતો અને હોટેલ પર ફેંક્યો હતો. પોલીસે બંને આરોપીઓને પકડીને જાહેરમાં સરઘસ કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
આ પણ વાંચો : ગુજરાતમાં ખેડૂતો થઈ રહ્યા છે ડિજિટલ, ₹10 હજાર કરોડથી વધુ કૃષિપેદાશોનું કર્યું ઓનલાઈન વેચાણ
ક્રાઈમ બ્રાંચે શુક્રવારે આરોપી ચિરાગ જલાલજીની ધરપકડ કરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટમાં ભગતસિંહ ગાર્ડન પાસે ઉત્તરાયણની મોડી રાત્રે નકળંગ ટી સ્ટોલ ખાતે સો રૂપિયાની લેતીદેતીના મામલે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મારામારી થતાં મામલો વધુ બીચક્યો હતો. આરોપીઓએ પેટ્રોલ બોમ્બ નાંખી હોટેલ સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનામાં રાજકોટ ક્રાઈમ બ્રાંચે શુક્રવારે આરોપી ચિરાગ જલાલજીની ધરપકડ કરી યુનિવર્સિટી પોલીસને સોંપ્યો હતો.
જયારે જયદેવ રામાવત અને તેની સાથે એક સગીર આરોપીને યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હજુ એક આરોપી ફરાર હોવાથી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. આરોપીને હોટેલના સંચાલકે માર માર્યો હોવાથી તે અને તેની સાથેના યુવકો રોષે ભરાયા હતાં.
આ પણ વાંચો : સુરતમાં ભાજપના મહિલા નેતાનાં મોત મામલે મોટો ઘટસ્ફોટ, ફોનમાં મળેલી વસ્તુથી મચી ગયો હડકંપ
સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતાં
તેમણે ઈન્સ્ટાગ્રામ પર રીલ જોઈને પેટ્રોલ બોમ્બ બનાવ્યો હતો અને વાહનમાંથી પેટ્રોલ કાઢી બોટલમાં ભરી હોટેલ પર ફેંકી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતાં. પોલીસે બે આરોપીઓને પકડીને જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.