જિયો કન્વેન્શન સેન્ટરમાં કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલી આલિયાએ આ શું કર્યું?
મુંબઈઃ ગઈકાલે બીકેસીના જિયો કન્વેન્શન સેન્ટર ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીની 141મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આ કાર્યક્રમનો એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે જેમાં બી-ટાઉનની એક્ટ્રેસ આલિયા ભટ્ટ કંઈક એવું કરતી જોવા મળી રહી છે કે જેના વિશે કોઈએ વિચાર્યું પણ નહીં હોય.
એમાં પણ જ્યારે તમને કોઈ કાર્યક્રમમાં ખાસ આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા હોય અને તમે ખુદ એક પબ્લિક ફિગર હોવ ત્યારે તો તમે આવી હરકત બિલકુલ જ નહીં કરો. પરંતુ આલુબેબી તો આલુબેબી છે. આવો જોઈએ કે આખરે આલુએ કર્યું શું?
વાત જાણે એમ છે કે આલિયા ભટ્ટનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે ચાલુ કાર્યક્રમમાં રણબીર કપુરના ખભા પર માથું નાખીને સૂતેલી જોવા મળી રહી છે. આલિયાનો આ ફોટો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યું છે. આ ફોટોમાં આલિયા સૂતી હોય એવું લાગી રહ્યું છે અને એની આંખો પણ બંધ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે યોજાયેલા આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી અને એમની સાથે સાથે જ બોલીવૂડના અનેક સેલેબ્સ, વિદેશી મહેમાનો, ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી. 2036માં ભારતમાં ઓલિમ્પિકની યજમાની કરવાની પ્રબળ ઈચ્છા પીએમ મોદીએ વ્યક્ત કરી હતી.
દરમિયાન આલિયાની આવી હરકતને કારણે સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. મહત્ત્વના આ કાર્યક્રમમાં આ રીતે ઊંઘતી જોવા મળતા તેની મજાક ઉડાવવામાં આવી રહી છે. આ ફોટોની નીચે એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે જ્યારે પતિની એક્સ ગર્લફ્રેન્ડ સામે બેઠી હોય ત્યારે આવું જ થાય. જ્યારે બીજા એક જણે કમેન્ટ કરતાં લખ્યું કે અરે આલિયા, તું તો બોર થઈ ગઈ. ત્રીજા યુઝરે આલિયાના ફોટોની નીચે કમેન્ટ સેક્શનમાં લખ્યું હતું કે અરે આલિયા તો સૂઈ જ ગઈ…