નેશનલ

Tourism: બરફીલા પહાડો અને માતાજીના દર્શન આ બન્ને એકસાથે મળશે અહીંયા…

ભારતભરમાં ઠંડીનો માહોલ છે. મોટાભાગના રાજ્યોમાં શિયાળો જામ્યો છે અને ખાસ કરીને પહાડી વિસ્તારોમાં બરફવર્ષાને લીધે આહ્લાદક દૃશ્યો સર્જાયા છે. ઉત્તરાખંડ, હિમાચલ (HIMACHAL) અને જમ્મુ- કાશ્મીરમાં (KASHMIR)દરેક જગ્યાએ સફેદ ચાદર છવાયેલી જોવા મળે છે. શિયાળામાં સૌથી વધારે પર્યટકો પ્રવાસન સ્થળો પર જોવા મળે છ. વિદેશીઓ પણ મોટી સંખ્યામાં આવે છે.

આ પણ વાંચો : 31 જાન્યુઆરીથી સંસદનું Budget Session,1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરાશે…

જોકે હાલમાં અમે જે સ્થળની વાત કરી રહ્યા છે તે તમને કુદરતી સુંદરતા સાથે ધાર્મિક પવિત્રતા પણ આપે છે. જો તમારે બરફીલા પહાડોનો નઝારો જોવો હોય અને સાથે માતાના દર્શન કરવા હોય તો વૈષ્ણોદેવી તમારી માટે બેસ્ટ ઓપ્શન છે.
માતાના દર્શનની સાથે કુદરતી નજારો પણ જોવા મળશે.

હક્કીકતમાં જમ્મુ-કાશ્મીરમાં સ્નોફોલ થયો છે. માતા વૈષ્ણો દેવીના ભવન અને ભૈરો ઘાટીમાં તાજેતરમાં સ્નોફોલને કારણે ત્રિકુટ પર્વત સફેદ ચાદરથી ઢંકાઈ ગયો છે. એક બાજુ પ્રાચીન ગુફાના દરવાજા ખુલી ગયા છે.
હવે જો તમે વિચાર કરતા હો કે વૈષ્ણોદેવી જઈએ તો પહેલા આ પણ વાંચી લો, કારણ કે તમારે અહીં જવા ખાસ તૈયારી કરવી પડશે.

આ પણ વાંચો : World Bank એ ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ જાહેર કર્યો, કહી આ વાત

પ્રવાસમાં ગરમ વસ્ત્રો લો

સ્નોફોલને કારણે વૈષ્ણોદેવી અને આસપાસના વિસ્તારોમાં કડકડતી ઠંડી છે. આથી તમારી બેગમાં ગરમ કપડા મૂકવાનું ભૂલશો નહીં. માત્ર એક સ્વેટર અને સ્કાર્ફથી નહીં ચાલે, વધારે સ્વેટર કે જેકેટ અને સાથે ગરમ મોજાં વગેરે પણ જોઈશે.
ગુરુવારે રાત્રે શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઈનસ બે ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે તેની પહેલાની રાત્રે તે માઈનસ અઢી ડિગ્રી સેલ્સિયસ હતું. સ્કીઇંગ માટે જાણીતા ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઇનસ સાત ડિગ્રી સેલ્સિયસથી નોંધાયું હતું.
દક્ષિણ કાશ્મીરમાં દર વર્ષે અમરનાથ યાત્રાનો બેઝ કેમ્પ થાય છે જેમાનું એક સ્થળ પહેલગામ છે જેનું લઘુત્તમ તાપમાન માઈનસ 11.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button