નેશનલ

Delhi-NCRમાં આવ્યા ભૂકંપના જોરદાર આંચકા…

દિલ્હી-NCRમાં રવિવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રવિવારે દિલ્હીની સાથે નોઈડા અને ગાઝિયાબાદમાં ધરા ધ્રૂજી હતી. હરિયાણાના ઘણા વિસ્તારોમાં પણ આજે ભૂકંપ ના આંચકા અનુભવાયા છે. અગાઉ 3 ઓક્ટોબરે રાજધાની દિલ્હી અને NCRમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે લોકો ઘરની બહાર નીકળીને રસ્તાઓ પર આવી ગયા હતા. જો કે ભૂકંપમાં કોઈ નુકસાનના સમાચાર થયું નથી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી પ્રમાણે દિલ્હી-એનસીઆરમાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.1 હતી. ભૂકંપના આંચકા સાંજે 4.08ના સુમારે આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ફરીદાબાદ હોવાનું જાણવા મળ્યું છે. રવિવારની રજા હોવાથી લોકો ઘરોમાં હતા પરંતુ ધરા ધ્રૂજતાની સાથે જ લોકો બહાર દોડી આવ્યા હતા.


પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે. આ પ્લેટો જ્યાં ટકરાય છે તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણા વળાંક આવે છે. જ્યારે ખૂબ દબાણ વધે છે, ત્યારે પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. નીચેની ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને તેના કારણે ભૂકંપ આવે છે.


રિક્ટર સ્કેલનો ઉપયોગ કરીને ભૂકંપ માપવામાં આવે છે. તેને રિક્ટર મેગ્નિટ્યુડ ટેસ્ટ સ્કેલ કહેવામાં આવે છે. ધરતીકંપને રિક્ટર સ્કેલ પર 1 થી 9 સુધી માપવામાં આવે છે. ભૂકંપ તેના કેન્દ્ર એટલે કે એપીસેન્ટરથી માપવામાં આવે છે. ધરતીકંપ દરમિયાન પૃથ્વીની અંદરથી મુક્ત થતી ઊર્જાની તીવ્રતા તેના દ્વારા માપવામાં આવે છે. આ તીવ્રતા ભૂકંપની તીવ્રતા નક્કી કરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button