મનોરંજન

છ કલાકની સર્જરી બાદ હોંશમાં આવતા Saif Ali Khanએ ડોક્ટરને પહેલાં શું પૂછ્યું?

બોલીવૂડ અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan) પર 16મી જાન્યુઆરીના મોડી રાતે અજાણ્યા લોકો દ્વારા થયેલાં હુમલા બાદ તેના પર મુંબઈમાં આવેલી લીલાવતી હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવી હતી. છ કલાક ચાલેલી આ સર્જરી બાદ હોંશ આવતા જ સૈફ અલી ખાને ડોક્ટરોને પૂછેલાં સવાલ બાબતે ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે.

ચાલો જોઈએ આખરે હોંશમાં આવતા સૈફ અલી ખાને ડોક્ટરને સૌથી પહેલાં શું પૂછ્યું હતું-

હાલમાં સર્જરી બાદ સૈફ અલી ખાનને આઈસીયુમાંથી સ્પેશિયલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે અને ડોક્ટરે તેને કમ્પલિટ બેડ રેસ્ટની સલાહ આપી છે. ડોક્ટર્સે મીડિયા સાથે સૈફ અલી ખાનના હેલ્થ અપડેટ વિશે માહિતી આપી છે. આ દરમિયાન જ હોંશમાં આવતા સૈફ અલી ખાને પૂછેલા બે સવાલો વિશે ખુલાસો થયો હતો. ડોક્ટરો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સૈફ અલી ખાન પર પહેલાં બે સર્જરી કરવામાં આવી હતી. પહેલાં સ્પાઈન અને ત્યાર બાદ કોસ્મેટિક સર્જરી કરવામાં આવી હતી. સદભાગ્યે સર્જરીમાં કોઈ કોમ્પલિકેશન્સ નહોતા. આશરે છ કલાક સુધી આ બંને સર્જરી ચાલી હતી.

Also read: સૈફ અલી ખાન હુમલો કેસઃ શંકાસ્પદની પોલીસે કરી અટકાયત

સર્જરી બાદ જેવો સૈફને હોંશ આવ્યો કે તેણે ડોક્ટરોને પૂછ્યું કે શું હું શૂટિંગ કરી શકીશ? શું હું જિમમાં જઈ શકીશ?

ડોક્ટરોએ સૈફને આશ્વાસન આપતા જણાવ્યું હતું તે બે અઠવાડિયા બાદ શૂટિંગ અને જિમમાં વર્ક આઉટ કરી શકશે. પરંતુ ત્યાં સુધી તેણે એકદમ બેડરેસ્ટ કરવો પડશે. જેટલા ઓછા વિઝિટર્સ આવશે એટલું સૈફ માટે સારું રહેશે. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર 24 કલાકમાં સૈફની હાલતમાં ખાસ્સો એવો સુધારો જોવા મળ્યો છે. સૈફ જ્યારે હોસ્પિટલ આવ્યો હતો ત્યારે દુઃખાવાને કારણે તે ખૂબ જ ઓછી મૂવમેન્ટ કરી રહ્યો હતો, પણ હવે સર્જરી બાદ તે સારી એવી મૂવમેન્ટ કરી શકે છે.
હાલમાં એક્ટર હોસ્પિટલમાં અંડર ઓબ્ઝર્વેશન છે અને તેની રિકવરીને ધ્યાનમાં લઈને જ આગળના નિર્ણયો લેવામાં આવશે, પરંતુ આગામી 2-3 દિવસમાં સૈફને હોસ્પિટલમાંથી રજા મળશે એવો અંદાજો લગાવાઈ રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button