ઇન્ટરનેશનલ

ગાઝા સંઘર્ષ વિરામને ઇઝરાયલ કેબિનેટે આપી મંજૂરી, રવિવારથી થશે લાગુ

તેલ અવીવઃ ગાઝામાં છેલ્લા 15 મહિનાથી ચાલી રહેલા હમાસ અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ લગભગ સમાપ્ત થઈ ગયું છે. ઇઝરાયલની સરકારે હમાસ સાથે યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ માટે સમજૂતીને કેબિનેટે શનિવારે મંજૂરી આપી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ તરીકે કાર્યભાર સંભાળે તે પહેલા જ આવેલા આ સમાચારને ખૂબ સૂચક માનવામાં આવ છે. એક રિપોર્ટ પ્રમાણે, 24-8 વોટથી કેબિનેટે ફેંસલાને મંજૂરી આપી હતી, જેનો અમલ રવિવારથી થશે. આ સમજૂતી ગાઝામાં યુદ્ધ વિરામના પહેલા તબક્કાની શરૂઆત કરશે અને ઇઝરાયલના બંધકો અને પેલેસ્ટાઇનના કેદીઓ બંનેની મુક્તિ કરાવશે.

ત્રણ તબક્કામાં લાગુ થશે સંઘર્ષ વિરામ

આ સંઘર્ષ વિરામ ત્રણ તબક્કામાં લાગુ થશે. પ્રથમ તબક્કામાં ઇઝરાયેલના 33 બંધકોને મુક્ત કરાવવામાં આવશે. જેના બદલામાં ઇઝરાયલ પણ 250 પેલેસ્ટાઇન કેદીઓને મુક્ત કરશે. ઇઝરાયલની સેના પણ ગાઝામાં પીછેહઠ કરશે. ઇઝરાયલના ન્યાય મંત્રાલયે રવિવારે મુક્ત કરવામાં આવનારા 96 પેલેસ્ટાઇન કેદીઓનું લિસ્ટ પણ જાહેર કર્યું છે. હમાસ સાથે યુદ્ધ રોકવાની સમજૂતી રવિવારે લાગુ થશે.

Also read: ઈઝરાયલના લેબનોન અને ઉત્તર ગાઝામાં ફરી હુમલા

સમજૂતીમાં મધ્યસ્થી કરવા માટે કતાર અને અમેરિકાએ પહેલ કરી હતી. જે બાદ બુધવારે યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આ હતી. પરંતુ તેનો તાત્કાલિક અમલ થઈ શક્યો નહોતો. નેતન્યાહૂએ કહ્યું હતું કે હમાસના કારણે અંતિમ સમયે કેટલીક અડચણ આવી હતી. કેટલાક કટ્ટરવાદી નેતાએ આનો વિરોધ કર્યો હતો. પરંતુ નેતન્યાહૂની ગઠબંધન સરકારના 24 મંત્રીએ સમજૂતીના પક્ષમાં મતદાન કર્યું હતું. જ્યારે આઠ નેતાએ વિરોધ કર્યો હતો.

ગાઝા યુદ્ધમાં 47000 લોકોના મૃત્યુ

ઇઝરાયલ સરકારે બંધકોના 33 પરિવારને માહિતગાર કર્યા છે. ગાઝા યુદ્ધવિરામની સમજૂતીના પ્રથમ તબક્કામાં તેમને મુક્ત કરાવવાની આશા છે. ગાઝા યુદ્ધના કારણે છેલ્લા 15 મહિનાથી ઇઝરાયલના ઇરાન, લેબનાન, સીરિયા, ઇરાક અને યમન સાથે સંબંધ તણાવપૂર્ણ બન્યા હતા. ગાઝા યુદ્ધમાં અત્યાર સુધીમાં 47000 લોકોના મૃત્યુ થયા છે. સમજૂતી પર અંતિમ ચર્ચા દરમિયાન શુક્રવારે ગાઝા પર ઇઝરાયલના હુમલમાં 116 લોકોના મોત થયા હતા. ઇજિપ્તે પણ ઇઝરાયલ અને હમાસને વિલંબ વગર સમજૂતી લાગુ કરવા અપીલ કરી હતી.

યુદ્ધ દરમિયાના ગાઝા સંપૂર્ણ તબાહ થઈ ગયું છે. જરૂરી સુવિધાઓ પણ નથી. એક પણ સડક સારી સ્થિતિમાં નથી. સંયુક્ત રાષ્ટ્રનું માનવું છે કે ગાઝાને બેઠું થવામાં 350 વર્ષ લાગી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button