આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં Cryptocurrency માં વધુ વળતર મેળવવાની લાલચમાં 350 કરોડ ડુબ્યા…

અમદાવાદઃ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના લગભગ 8 હજારથી વધુ લોકોને ક્રિપ્ટો કરન્સીમાં(Cryptocurrency) રોકાણ કરી ત્રણ ગણું વળતર આપવાની લાલચમાં આવી રૂપિયા 350 કરોડ ગુમાવ્યા હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. સમગ્ર મામલે નાણાં ગુમાવનાર અરજદારોએ રાજકોટ પોલીસ કમિશ્નરથી માંડી ડીજીપી અને ગૃહ રાજ્ય પ્રધાનને પાંચ કૌભાંડીઓ વિરુદ્ધ લેખિત અરજી કરી ન્યાય અપાવવા ગુહાર લગાવી હતી.

આ પણ વાંચો : વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાના સૂર્યમંદિર ખાતે બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ યોજાશે, જાણો મહત્વ

રોકાણકારોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો

કૌંભાંડ અંગે મળતી વિગત મુજબ, બ્લોકઓરા નામની કંપની 2020માં શરૂ થઈ હતી તે કંપનીના માલિકો અને મેનેજર સહિતના 6 શખ્સોએ રાજકોટ સહિત ગુજરાતભરમાં રોકાણકારોને રૂપિયા 4.25 લાખનું રોકાણ કરી તેની સામે દરરોજના ચાર હજાર રૂપિયાના વળતરની લાલચ આપી આશરે છેલ્લા બે વર્ષમાં 350 કરોડ રૂપિયા ઉસેટી ફરાર થઈ જતાં રાજકોટ સહિતના ગુજરાતભરના રોકાણકારોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થઇ શકશે! અમિત શાહે વડનગરથી કરી મોટી જાહેરાત

પોલીસે આ મામલે તપાસ શરૂ કરી

આ મામલે રાજકોટના કોઠારીયા વિસ્તારના શક્તિ સોસાયટીમાં રહેતા અને સાબુ-કપડાં ધોવાના પાવડરની એજન્સી ધરાવતા વેપારી મોહસીન રસીદભાઈ મુલતાની સહિતના રાજકોટના રોકાણકારોએ પોલીસ કમિશનર સમક્ષ કરેલી અરજીમાં બ્લોક ઓરા કંપનીના સ્થાપક ફિરોઝ દિલાવર મુલતાની, ભાગીદાર નીતિન જગત્યાની, સૌરાષ્ટ્ર હેડ અમિત મુલતાની માર્કેટીંગ હેડ અઝરૂદ્દીન સતારભાઈ મુલતાની અને ગુજરાત હેડ મકસુદ સૈયદનું નામ આપ્યું હતું. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button